મનનો આક્રોશ
Thursday, February 21, 2019
માતૃભાષા દિન
આજે લોકો માતૃભાષા દિવસે ઘણું બધું ભાષા વિષે લખે છે. પણ આજે હું કંઈક અલગ કહેવા માગું છું. ક્યારેક ક્યાંક કોઈક શબ્દ એવો વાંચવા કે સાંભળવા મળે કે જે ન ગમે. પણ કોને કહેવું?
1) જેમ કે જ્યારે છાપામાં મરણનોંધ આવે છે ત્યારે એમાં લખ્યું હોય, બૈરાઓ એ તે જ દિવસે આવી જવું. કેમ આપણે એમ ન લખી શકીયે કે બહેનો એ તે જ દિવસે આવી જવું.
2) જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે લોકો પહેલો પ્રશ્ન પૂછે કે ક્યારે કાઢી જવાના છે? કેમ આપણે એમ ન પૂછી શકીયે કે ક્યારે લઇ જવાના છો? કાઢી જવું એમ આપણા જ વ્યક્તિ માટે કેવી રીતે બોલી શકાય?
3) કોઈને ત્યાં દીકરી આવે ત્યારે એમના ઘરેથી મેસેજ આવે બેબી આવી, કેમ એવું ન બોલાય કે દીકરી આવી ?
આવા તો કેટલાયે શબ્દો છે કે જેને આપણે બદલાવી શકીયે છે. તો જો આપને મારી વાત ગમી હોય તો શું આપ હવે આ શબ્દોને બદલાવશો? લખવામાં ભૂલ થાય તો લોકોનું તરત ધ્યાન જાય પણ બોલવામાં આવા શબ્દોને આપણે ન બદલાવી શકીએ ?
નીતા કોટેચા 'નિત્યા '
Monday, August 15, 2016
કોઈ કોઈને કઈ શીખવવા નથી માંગતું પણ હા વિવેચક તરીકે બોલવાનો એમને ભરપુર સમય છે . ત્યારે તો એવું બોલશે કે શીખવાવાળા ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે . આવા દાખલા મેં જોયા છે એટલે કહું છુ .
ક્યારેક આપણી સાથે શીખતા લોકોને ઓચિંતાનાં બહુ આગળ વધી ગયેલા જોઈએ એમને પૂછીએ “વાહ શું વાત છે સાથે ચાલ્યા હતા . તે તો અમને જણાવ્યું પણ નહિ . હું પણ શીખવા આવત “
ત્યારે એમનો જવાબ હતો “ એમ બધું બધાને ન કહેવાય , લોકો આપણાથી આગળ વધી જાય. આવું જ્યારે સાંભળીયે છે ત્યારે તો આઘાત લાગે છે. કે મનુષ્ય કેટલો સ્વાર્થી થઇ ગયો છે .
પણ એક વાત અહિયાં સીખવા મળી કે જો દુનિયામાં જીવવું હોય તો બહેરા થઈને જીવવું . કારણ અહિયાં શબ્દોની રમત છે . તમને લોકો એવું પછાડશે કે તમે જિંદગીમાં ઉભા નહિ થઇ શકો..
નીતા કોટેચા “નિત્યા “
Thursday, July 28, 2016
Monday, August 19, 2013
ક્યાં પહોચશે આ જમાનો..??
Sunday, March 17, 2013
Saturday, January 12, 2013
બધા તંત્રીઓ માટે
Friday, January 11, 2013
માનસિક બળાત્કાર
Monday, October 29, 2012
થોડા વખત પહેલા
Thursday, August 5, 2010
થોડો વખત પહેલ એક સગાને ત્યા સાસુ જી નો ૬૦ મો જન્મ દિવસ ઉજવતા હતા ત્યાં જવાનું થયું..ખૂબ સુંદર રીતે ઉજવ્યો..સાસુ જી ખુશ ખુશ થઈ ગયાં..પછી વારો આવ્યો જમણવારનો..જમવા ગઇ ત્યાં જઈને જોયુ તો મને અચરજ અને ગુસ્સો બંને બહુ જ આવ્યા..ભલે એનુ મહત્વ ન હોય કાંઇ પણ આવ્યો ખરી..શરૂઆત આપણે સલાડથી કરીયે..જેવી ત્યાં ગઈ તો જોયુ નહી નહી તો ૧૫ જેટ્લા કચુંબર હતા..પણ જેવી કાંદા પાસે ગઈ તો મે જોયુ એની પર તુલસીજી ના પત્તા પાથર્યા હતા..મારુ મગજ ફરી ગયું..કાંદા પર તુલસીજી..મે પૂછ્યું આ કેમ તુલસીજી કાંદા પર. તો કહે કાંદાની વાસ ન આવે એટલે..શું કહેવુ બોલો? કાંદા જે ચુસ્ત ધર્મ પાળતા હોય એ તો ખાય જ નહી.પણ જે ધર્મ ન પાળતા હોય એ પણ તુલસીજી, કાંદા પર ન છાંટે...મન ખરાબ થઇ ગયું..કાંઇ ખાય ન શકી..પણ જો આપણાં માં થી કોઇને પણ ત્યાં પ્રસંગ હોય તો કેટરીગ વાળા ને જરૂર કહી દેજો કે મહેરબાની કરીને તુલસીજી ને ન અભડાવતા..
કોઇ કમેન્ટ ન આપતા મે કમેન્ટ સિસ્ટમ બંધ કરી છે કારણ કેટલાક ગભરુ લોકો બીજાના નામ પર બ્લોગ પર પોતે કમેન્ટમાં કાંઇ પણ લખતા હોય છે॥
નીતા કોટેચા
Saturday, January 23, 2010
મને સમજાવશો plss
લોકો કહે છે પ્રેમ ઓછો નથી હોતો ,અપેક્ષા ઓ વધારે હોય છે..પણ મને એક વાત નથી સમજાતી કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ અપેક્ષા હોય ને ? નફરત હોય, અબોલા હોય એની પાસે ક્યાં અપેક્ષા હોય જ..તો લોકો કેમ આમ કહે છે..મને સમજાવશો plss
નીતા કોટેચા
Tuesday, March 17, 2009
ઉફફફ આ બોર્ડ ની પરીક્ષા
હમણાં મુંબઈ માં ૧૦ માં ની બોર્ડ ચાલે છે..કાલે એમની ભૂગોળ ની પરીક્ષા હતી..અમારા જ ગામ માં ઘાટકોપર માં જ એક દીકરી એ કોપી કરતા પકડાણી અને એની હોલટીકીટ લઈ લેવામાં આવી ..કદાચ ખાલી ડરાવવા માટે લીધી હોય કે જે હોય એ..પણ એ દીકરી એટલી ડરી ગઈ કે એણે ૧૦ માં માળે જઈને અગાસી માં થી પડતું મૂક્યું અને મૃત્યુ પામી ..અમે કોઇ સુઈ નથી શક્યાં..કે આ શું છે ??આટલું શું કામ ચીંતા..શું ૧૦ મુ ધોરણ એ જિંદગી ની છેલ્લી પરીક્ષા છેં..મહેરબાની કરીને બધાં બાળકો ને પણ કહુ છું કે જિંદગી બહુ મોટી છે અને એમાં લાખો રસ્તા છેં..આજે ભણેલા ઓ પણ રસ્તે ફરે છેં..તો આવુ કોઇ પગલું ના ભરતા..માતા પિતા ની શું હાલત થાય છે તમને ખબર નથી..જિંદગી માં જ્યારે પણ આવા વિચાર આવે કોઇક ને ફોન કરો એમની સાથે વાત કરો..કોઇ માતા પિતા માટે તમારથી વધારે પરીક્ષા નહી હોય...મહેરબાની કરીને આવુ પગલું કોઇ ન ભરતા...એમનાં માતા પિતા નાં નહી પણ અમારાં આંસું પણ નથી સુકાતા કાલ થી...મારી દીકરી પણ આ જ વર્ષે ૧૦ માં ની પરિક્ષા આપે છે..
સાથે બધાં બાળકો ને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના.ને આશીર્વાદ..ગુજરાત નાં બધા બાળકો ને પણ શુભકામના...
અને મમ્મી પપ્પા ને વિનંતી કે જરા સંભાળજો...
Saturday, March 7, 2009
પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે
સ્ત્રીમુક્તી દિન્..
કેવો અજબ લાગે ને આ શબ્દ...
કે સ્ત્રી ઓ ને હજી મુક્તી દિન માટે રાહ જોવી પડે છે...
અને પાછુ એમાં પણ સ્ત્રી ઓ એ સાંભળવુ પડે કે કમાવાની લાલચ માં સ્ત્રીત્વ ગુમાવે છેં..
પહેલા કહેવાતુ કે સ્ત્રી ઓ ઘર સંભાળે અને પુરુષો કમાઈને લાવે...
હવે તો પરણવા નીકળતા પહેલા દાદા કોણ હતા અને મામા કોણ હતા એ નથી પુછાતુ..કઈ કંપની મા કામ કરે છે અને પગાર કેટલો છે દીકરી નો, એમ પુછાય છેં..
આ સુધરેલો સમાજ ..પહેલા પોતે જ બહાર મોકલાવે અને પછી પોતે જ કહેતા હોય છે કે આજ કાલ તો બધાને બસ કમાવુ છે ..હવે પહેલા જેવા દિવસો ક્યાં..
બધી સ્ત્રી ઓ ને વિનંતી કે આપણે એક બીજા ને માન આપીયે તોય સારુ ..નહી તો સાસુ ઓ હજી પણ વહુ ની બુરાઇ કરતી હોય છે અને એમાં પુરુષો ફાયદો ઉપાડતા હોય છે...
અરે શું કામ ઉજવો છો ..સ્ત્રી ઓ જેવી પહેલા ગુલામ હતી એવી જ આજે છે..કાંઇ જ ફરક નથી ...
બસ હવે કમાવા સાથે ગુલામ છે.પહેલા ઘરમાં બેસીને ગુલામ હતી..
આજે પણ સ્ત્રી ઓ પર એટલી જ બુમા બુમી થાય છે..એટલા જ મેણા ટોણા મરાય છેં..
હજી આજે પણ ભાઇ નાં, પપ્પા નાં અને પતિ ના મુડ પર એનો દિવસ સારો જશે કે નહી એ આધાર રાખે છે...
આજે પણ એ સાસરા વાળા ઓ થી ગભરાય છે..
પોતાની મરજી ના હિસાબે એ જરા પણ જીવી નથી શક્તી..
બધી વાતો છે...ખોટા દિવસો ઉજવવવાનું બંધ કરો...
પુરુષ પ્રધાન દેશ નહી પણ પુરુષ પ્રધાન દુનિયા છેં...
હમણા જ એક બહેન પાસેથી સાંભળ્યું ,એ બેંક માં મેનેજર છેં...
બહુ રુબાબ છે એનો બેંક માં ..બધા સાથે પ્રેમ થી કામ લે છે ..પણ તોય લોકો એને માન પણ આપે છે અને કમાય પણ સારુ એવુ...
પણ ઘરે આવે એટલે ધમપછાડા હોય..
જગડા જ જગડા હોય..
જરા પણ શાંતી નથી જિંદગી માં..
હવે એ કેવી રીતે મનાવે સ્ત્રીમુક્તી દીન ..જો એક દિવસ કોઇ મનાવે તો પણ અને કઈ રીતે ખુશ થાય . ..કોઇ એને કહેતુ નથી કે કામ મુકી દે અને બધા એની પર બુમો પણ પાડે છે કે તુ કામ કરે છે એટલે ઘર આખું અસ્તવ્યસ્ત છે...
સ્ત્રી ઓ પોતાનું માન પોતે જ જાળવવુ જોઇયે એવુ પણ કહેવાય છે કેવી રીતે??
નાના મા નાના કામ માટે હજી ઘર ના ઓની રજા લેવી પડતી હોય છે..
બધી વાતો છે...
નાની નાની વાતો છે પણ બહુ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છેં...
આજે પણ દીકરી ને પરણાવતા વખતે દીકરા વાળા ઓ ને બોલતા સાંભળ્યું છે કે અમારે ભણાવવાનો બહુ ખર્ચ થયો છેં...
આજે પણ T.V માં બાલીકા બધુ અને લાડો જેવી સીરીયલ દેખાડવા માં આવે છે શું કામ ??
કારણ હજી ક્યાંક ને ક્યાંક આ બધુ ચાલે છે..અને આ સીરીયલ જોઈયે છે ત્યારે માનસિક આઘાત લાગે છે કે આ શું??
ચલો નસીબ સારા કે આપણે આ નથી જોવુ પડતુ પણ ક્યાંક તો આ ચાલે છે જ ને..
આજે પણ સંભળાય છે કે દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે પરણાવી દેવી જોઈયે ...કમસેકમ નક્કી તો કરી જ નાખવું જોઇયે...
અરે પણ જીવવા દ્યો એને...
એક દીકરી નો જીવવાનો હેતુ શું એક જ છે કે એને પરણાવી દેવી જોઇયે...
ક્યાંક કાંઇ ફરક નથી પડ્યો...
બધે બાજુ જેમ આડંબર ની દુનિયા છે એમજ અહીયા પણ એ જ દુનિયા છે...
એટલા બધા સાચ્ચા ઉદાહરણ છે કે જે જો બધા સાંભળે તો એમ થાસે કે આવુ પણ હજી બને છે જિંદગી માં??
પણ હા હજી સ્ત્રી ઓ સાથે એટલા અત્યાચાર થાય છે કે અરેરાટી થઈ જાય...
અને પાછું મારું લખાણ વાંચીને બધા કહેશે કે નીતા બહેન તમે બસ આવુ જ લખો.
પણ શું કરું મારાથી નથી રહેવાતુ ચુપ અને નથી જીવાતી ખોટી દેખાડાની દુનિયા...
પણ હવે દિવસ આવ્યો છે તો બધી બહેનો તો એકબીજા નું માન વધારી જ શકે છે ને...
પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે..
Sunday, January 25, 2009
મનન
આજે મનન ને તાવ આવે ચાર દિવસ થઈ ગયા..પણ તાવ ઉતારવાનું નામ જ ન હોતો લેતો.. હવે સ્વપ્નીલ અને સંધ્યા થી સહન નહોતુ થતુ..આખરે એમણે DR. ને કહ્યુ હવે આપણે મનન ને હોસ્પિટલ માં દાખલ કરીયે તો કેમ રહેશે??
Dr. એ ના પાડી કે ના એવી કોઇ જરુરત નથી..ઉતરી જશે..
પણ હવે બન્ને માન્યા નહી અને મનન ને સારા મા સારી હોસ્પીટલ માં દાખલ કરવા મા આવ્યો..
ઉમર નાની હતી..ખાલી સાત વર્ષ નો હતો મનન..
મનન ને સરખી રીતે હોંશ નહોતો આવતો...
નીંદર મા એનો બબડાટ ચાલુ જ હતો...
શું બોલતો હતો કોઇને ખબર પડતી ન હતી....
આખરે Dr।માતા પિતા ને પોતાની off॥ માં બોલાવ્યાં॥અને પુછ્યું કે "મને સમજાવો કે જ્યારે એને તાવ આવ્યો॥એનાં આજુબાજુ નાં દિવસો માં તમારા ઘરમાં શું શું થયું હતુ??
સ્વપ્નીલ એ કહ્યુ "એવુ કાંઇ ખાસ નહોતુ થયું..બસ અમારા બન્ને વચ્ચે નો ઝગડો થયો હતો..એ તો ચાલે રાખે...
Dr.. ભડકી ગયા..."ચાલે રાખે એટલે..તમારી કાંઇ જવાબદારી છે કે નહી...તમને કાંઇ અક્કલ છે કે નહી...ઝગડૉ શુ હતો એ મને કહો હવે....."
સ્વપ્નીલ શાંત થઈ ગયો...એણે કહ્યુ "એ દિવસે મારી પત્ની નાં પિયર મા મારા સાસરા વાળા ઓ એ પુજા રાખી હતી...અને અમારા વચ્ચે ઝગડો હતો કે આમંત્રણ આપવા માટે કોનો ફોન આવ્યોં?? અને સંધ્યા એ મને કહ્યું કે તમને જોઇયે તો મનન ને પૂછી લ્યો કે મમ્મી અને પપ્પા બન્ને નો ફોન આવ્યો હતો..અને મે મનન ને હચમચાવી નાંખ્યો હતો કે સાચુ બોલ,મમ્મી એ જ તને ખોટુ બોલવાનું કહ્યુ હશે... અને એ ડરી ગયો અને એની મમ્મી ની પાછળ છુપાઈ ગયો હતો...અને અમે પૂજા માં ગયા નહી ..અને સંધ્યા રડતા રડતા સુઇ ગઇ.....રાતના અમે સુઈ ગયા અને સવારનાં જોયુ તો મનન ની આવી હાલત હતી..."
અને Dr..એ જોરથી ટેબલ ઉપર હાથ પછાડી ને કહ્યુ, "તમારા લોકો માં અક્કલ છે કે નહી ..તમારી વાત ને સાચ્ચી અને ખોટી કરવા માટે તમે એક બાળક નો સહારો લીધો...શરમ આવવી જોઇયે તમને બન્નેને.."
સ્વપનીલ અને સંધ્યા ને પોતાની ભુલ સમજાણી...
મનન નો તાવ હજી ઉતરતો ન હતો...
છેલ્લે Dr. એ કહ્યું આનો એક જ રસ્તો છે...તમે તમારી પત્ની નાં પિયરીયા ને બોલાવો..અને એ સાંભળે એમ હસતા હસતા વાતો કરો..
સ્વ્પનીલ સાસરે ગયો...સાસુ સસરા ની માફી માંગી અને Dr... એ કહેલી બધી વાત કહી..એનાં સાસુ સસરા તરત જ એની સાથે હોસ્પિટલ માં પહોચ્યાં અને જેમ Dr..એ કહ્યુ હતુ એમ જ એ લોકો એ કર્યું...
અને મનન ને તો પણ બીજા ત્રણ દિવસ સારા થવામા નીકળી ગયા...
સારુ થયા પછી પહેલો સવાલ મનન નો હતો કે...પપ્પા ગુસ્સા માં નથી ને મમ્મી..???
પણ હવે એની તબીયત એકદમ સારી હતી...આજે રજા લેવાની હતી...
સ્વપ્નીલ અને સંધ્યા DR..પાસે ગયા...DR..એ કહ્યું તમારી માટે જે નાની વાત છે એ બાળકો માટે બહુ મોટી વાત હોય છેં..એ લોકો ઝગડા સહેન નથી કરી સક્તા...
તો મહેરબાની કરીને સંભાળજો....
એ દિવસ થી એમને જીવવાની રીત બદલાવી નાંખી અને હંમેશ ઘર માં ખુશ્ખુશાલ વાતાવરણ રાખવા લાગ્યાં...
બાળકો ને ખુબ જ પ્રેમ થી ઉછેરવુ જરુરી છે....
આપણાં અભિમાન માં અને માન અપમાન નાં ચક્કર માં બાળકો પિસાતા હોય છેં અને આપણને ખબર પણ પડતી નથી હોતી...
બાળકો નાં મન ને વાંચી ને જિંદગી જીવવુ જરુરી છે...નહી તો પ્રભુ એ આપેલુ ફુલ કરમાઈ જતા વાર નહી લાગે...અને એ અપમાન આપણે પ્રભુ નું કર્યુ કહેવાશે...
નીતા કોટેચા...
Friday, December 19, 2008
સંબંધ
સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...
અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..
સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..
પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...
ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..
સંબંધ એટલે શું ???
બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..
કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....
લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....
સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..
અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...
ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નું
એ જાણવા માટે કોઇને સમય નથી હોતો...
જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટે
આ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથી
કોઇ ફરક નથી હોતો...
...........
સંબંધો ને સંભાળવા પડે છે વધારે...
અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...
ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..
તો
આ જ સંબંધો દુખ આપે છે વધારે...
...........
સંબંધો વણસી જાય પછી શું ??
અને કંઇક બોલાય જાય પછી શું??
હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??
અને સંબંધ ટુટી જાય પછી શું ??
વસાવ્યા હતા જેમને આંખો માં
એ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??
ચલો જવા દ્યો બધી વાતો
હવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??
...........
કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...
અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માં
જો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..
મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,
હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..
............
હવે કફન ની જરુરત ક્યાં છે મને...
મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...
હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટે
પોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..
ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..
હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....
નીતા કોટેચા....
Monday, December 1, 2008
હવે પોતે રખેવાળ બનો...
હા હમણાં તો તેઓ રાજ ઠાકરે માં વ્યસ્ત હતા ને...બીચારાં ક્યાં ક્યાં ધ્યાન આપે...છેલ્લાં કેટલાક વખત થી તો આ ચાલુ હતું...પહેલાં બાળાસાહેબ એ મુસલમાનો ને આગળ કર્યાં અને હવે ભત્રીજા એ બીહારી ઓ ને..અરે આ તો આપણાં જ દેશ નાં બચ્ચાં છે ભઈ..એ લોકો ને આવતા રોકો છો ..આતંકવાદી ઘુસી ગયા ત્યાં સુધી શું કર્યું??એને અટકાવવાની તાકાત રાખોને...શુંકામ સાદાં સીધાંલોકો નાં મગજ માં ઝેર ભરો છો...મુસલમાનો માટે તો ઝેર ભરાઈ ગયુ છેં...
મારી દીકરી ની ૪ friends કે જે મહારાષ્ટ્રીયન...વર્ષો નો સાથ એક બીજાનો..કેટકેટલી વાતો મા ચર્ચા થાય બધાં વચ્ચે...પણ કોઈ દિવસ કોઇવાત પર એવો ઝગડો ન થાય કે અબોલા ન થાય..હમણાં જ્યારે આ હુમલો થયો.મુંબઈ માં sms ફરતા થયાં..કે ક્યાં છે રાજ ઠાકરે ની સેના..એને કહો મુંબઇ ને બચાવનાર માં ૨૦૦ જુવાન આવ્યા હતા એ બધા એ જ બાજુનાંહતા જે લોકો ને એ અહીંયાથી ભગાવવાની કોશિશ કરે છેં..
મારી દીકરી એ યાદ રાખીને એ sms એ friends ને ન મોકલાવ્યો..કે એમને દુખ થાશે..પણ એણે એ વાત એના orkut નાં 1 st પાના પર લખી..એ friends નો ફોન આવ્યોં કે વીંધી યે તુમને જાનબુજકર હમે સુનાને કે લીયે લીખા હૈ..વીધી એ એને બહુ સમજાવવાની કોશિશ કરી..કે તુ શું કામ આટલું બધુ વિચારે છેં આટલુંસમજ એ એક નેતા છે અને એ ફકત જાત પાત નુનામ લઈને આપણાં મગજ અને લાગણી ઓ સાથે રમે છેં..
પણ એ માનવા તૈયાર નથી..એનાં મગજ માં એકદમ બેસી ગઇ છે એ વાત કે મરાઠી ઓ ને જ તે ખરાબ કહ્યા,અને હવે વાત પણ કરવાની બંધ કરી નાંખી છેં...આ નેતા ઓ નાં કામ..આટલા જુવાન બાળકો નાં મગજ માં રાઈ ભરાવી નાંખી કે મરાઠી એટલે કાંઈકખાસ..રસ્તા પર મે સાંભળ્યું છે મરાઠી છોકરાઓ નેબોલતા કે અવાજ મત કર નહી તો બુલાતા હૈ અભી રાજ ઠાકરે કો..નેતા ઓ ને ખબર છે આમ જ આતંકવાદી ઓ નાં જનમ થતાહશે..પોતાની જાત પોતાનાં ધર્મ માટે આટલું જનુનન ભરો...એ લોકો ને જીવવા દ્યો શાંતિ થી...
શું કામ કુમળી વય નાં બાળકો નાં મગજ ને ખરાબ કરો છોં..
એમાં આપણાં નેતા ઓ ...કોઈક નાં લખેલા પ્રવચન જોઇને બોલતા આવડે પણ એમનેએમ એ લોકો સારુ નથી બોલી શકતા એ નક્કી થઈ ગયું ..કારણકે જોયા વગર નુ એ લોકો કેવુ બોલે છે એ દેખાઈ ગયુ...આ આપણાં નેતા ઓ...નરેન્દ્ર મોદી કહે છે કે અમેરીકા ની જેમ આપણે હવે આપણા પર હલ્લો ન થાય એ ધ્યાન રાખવાનું છેં..અરે મારા ભાઈ મુંબઈ માં થયુ ત્યારે આ અક્કલ આવી ગુજરાત માં થયુ ત્યારે આ શાણપણ ક્યાં ગયુ હતું.પણ પાછું બીજા ની ભુલ કેમ શોધવી?? ..હુ બધાને કહુ છુ કે આ વાચ્યાં પછી કોઇ મારી સાથે વાત કરવા ન આવે કે નરેન્દ્ર મોદી કેવા વ્યક્તી છેં હુ નથી કહેતી કે તેઓ ખરાબ છેં પણ એમની માટે કહુ એટલે આખુ ગુજરાત મારા પર બોલવાનું શરૂ થઈ જાય છેં..આપણે જાગ્રુત થવાનું છે કે તેઓ પણ એક નેતા છેં...એ મુંબઈ નાં રાજ ઠાકરે હોય કે ત્યાંનાં હોય..
હવે બધાં એ વિચારવાનો સમય આવી ગયો છે..તમારે ત્યાં કોઇ ને ઘર ભાડા પર રહેવા આપ્યું હોય જરા એને ચકાસો..તમને કાંઇ અજુગતુ લાગે જરા એની વાત જઈને પોલીસ ને કરો..હવે એ લોકો પણ બધી વાત માં સહકાર આપશે...અને ન આપે તો જઇને મીડ ડે વાળા ઓ ને લખાવી આવો કે આવુ થયુ છે અને એ પોલીસ સાંભળતી નથી..હવે આપણે જ આંખો ખુલ્લી રાખવી પડશે અને ચોકી પહેરો ભરવો પડશે...
અને છેલ્લે આપણાં દેશ નાં એ જુવાનો ને સલામ કે જે લોકો શહીદ થયા અને એ લોકો ને પણ જેમણે જાન ની ચિંતા કર્યા વગર આપણને બચાવ્યાં..
નીતા કોટેચા
Friday, November 28, 2008
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે
કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..
એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...
આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..
ભણતર ઇંગ્લેડ માં થયું છે..
વિચારી ને જુઓ જરા કે,
એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,
એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..
મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..
આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..
એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..
શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...
નીતા કોટેચા
Thursday, November 27, 2008
ક્યાં ખોવાઈ ગયા
કયાં છે રાજ ઠાકરે ભાઈ કે, જે જવાન નેતા છે કાંઇક બદલાવ લાવશે એમ વિચારીને એમને વોટ આપ્યો હતો..અને એ ભારત નાં જ ભાગલા કરાવા બેઠા..૨ દિવસ થી તો ક્યાંય પત્તો નથી એ ભાઈ નો...મારુ ..મારુ મુંબઇ કરીને... બુમો પાડતા હતા.હવે મુંબઈ ની હાલત ખરાબ છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા????
નીતા કોટેચા
આતંક વાદ શું છે?
નીતા કોટેચા
--
Wednesday, November 5, 2008
ઓબામા
મને તો એમ થાય છે કે ઓબામા, ગાંધીજી તો નથી ને...
નીતા કોટેચા...
Wednesday, October 29, 2008
શું કરવુ જોઈયે ???
........................
મારી એક friend છેં, એણે એક સંત ને કે એક મુની ને, મારે એ બાબત ચોખવટ નથી કરવી..
પણ એણે એક વ્યક્તી ને પોતાનાં ગુરુ તરીકે માન્યા છેં...
હવે તેને ખબર પડી કે, એ વ્યક્તી બહુ ખોટા કામ કરે છેં... મને કહે શું કરુ?
મે કહ્યુ "એને છોડી દે..."
તો કહે "ના ગુરુ તો જિંદગી ભર એક જ હોવા જોઈયે..."
મે પુછ્યું "પછી ભલે એ ખોટું કરે"..
તો કહે "હા,વારે વારે બદલાવાય નહી.."
મે કહ્યુ "આવો નિયમ કોણે બનાવ્યો છેં?"
તો કહે "કોઇએ નહી... પણ આપણો પતિ કાંઇ ખોટું કરે તો આપણે ચલાવીયે જ છે ને???
અને પત્ની ખોટું કરે તો પતિ પણ ચલાવી લે છે....તો ગુરુ નું કેમ નહી.... "
શું જવાબ આપવો????
કારણ, પતિ અને પત્ની ધર્મ ના રખેવાળ નથી હોતા એટલે એમની ભુલ ક્ષમા ને યોગ્ય છેં ...
પણ ગુરુ ખોટું કરે તો પણ કેમ એના વિરુધ્ધ આપણે જતા નથી.. એ કોઈ પણ ધર્મ ના હોય????????
શું આપણે, ગુરુ થી ડરીયે છે એટલે????
આપણે એમને પ્રેમ કરીયે છે એટલે???
કે
આપણે એક આંધળો ભરોસો એમના પર કરી દીધો છે એટલે????
ગુરુ ની ભૂલ ને, પતિ અને પત્ની ની ભૂલ સાથે સરખામણી મા લેવાય???
નીતા કોટેચા
Saturday, October 18, 2008
........................
ટીવી માં આવતી સીરીયલો મા થી બાળકો શું વિચારે છેં એ પણ જાણવા જેવું છેં...
મમ્મી પપ્પા નો આગ્રહ હતો કે એમનાંબાળકો રોજ આવતી સીરીયલ રામાયણ અને મહાભારત જોવે..
પોતાંને તો સમય હોય નહી એટલે એ લોકો સંસ્કાર એ ડબ્બા મા થી લેવા માટે કહે..
આવા જ એક ઘર માં મારે જવાનું થયું..
બાળકો બેઠા બેઠા સીરીયલ જોતા હતા..
સીરીયલ પુરી થઈ...
જાણે એક home work પુરુ કર્યું એવો ભાવ મે બચ્ચાઓનાં મોઢાં પર જોયો..
મમ્મી પપ્પાવખાણ કરતા હતા કે અમે તો આ એક આદત રાખી જ છે કે આ સીરીયલ તો જોવાની જ...
બધા વાતો માં પડ્યા..
હુ બધાની નજર બચાવીને બચ્ચાઓ પાસે ગઈ...
મે પુછ્યું "તમને કઈ વાત વધારે ગમી આ સીરીયલ માં"
તો કહે "રામાયણ માં મને તો હનુમાન જી બહુ ગમ્યા.
અને મહાભારત માં મને બધા જ ગમ્યાં..."
મે પુછ્યુ " શું ન ગમ્યું ?"
તો જે જવાબ મલ્યો એ સાંભળીને મને બહુ જ અચરજ થયું
મને એ બચ્ચા ઓ "કહે કે અમને એક વિચાર આવે છેં પણ કહીયે કોને...?"
મે કહ્યું "મને કહો.."
તો કહે "રામાયણ માં યુધ્ધ થયું, કારણ કે રાવણ, સીતા માતા નું હરણ કરી ગયાં હતા...
અને મહાભારત માં યુધ્ધ થયું...કારણકે પાંચાલી નું અપમાન થયું હતુ...
તો અમનેએમ વિચાર આવે છે કે તેઓ રામ ભગવાનનાં પત્ની હતા અને ત્યાં પાંડવો નાં પત્ની હતા એટલે આ યુધ્ધ થયું..પણ આખાં ગામ માં જો બીજી કોઇ ની પત્ની સાથે આ થયું હોત તો આ યુધ્ધ થાત?
અને બીજાં કેટલાં લોકો એ યુધ્ધ માં મરણ પામ્યા..તો શું એ લોકો ને તકલીફ નહી થઈ હોય...."
શું જવાબ આપુએ મને પણ ન સમજાણું...
ત્યારે તો મને કોઈકે બોલાવ્યું એટલે મારે ત્યાં થી ચાલ્યું જવું પડ્યું..પણ હવે જ્યારે એ બાળકો પાછાં મળશે ત્યારે એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપું???
શું આપ લોકો આ બાળમાનસ માને એવો કોઇ જવાબ આપી શકશો મને???
અને શું એ લોકો નાં વિચાર ને ખોટો ગણાવાય??
કે પછી પાછું હંમેશ ની જેમ એનેચુપ કરી દેવા નાં કે તને ન સમજણ પડે...
કે પછી માતા પિતા એ શીખવા જેવુ છે કે જ્યાં બાળકો નાં સવાલો નાં સમાધાન થાય એવી જ જગ્યાએ એમને આપણાં સંસ્કાર આપવા માટે મોકલાવો..નહી તો આવા કેટલાક સવાલો એમને જિંદગી ભર હેરાન કરશે...
Wednesday, October 8, 2008
નોનવેજ ભાગ (૨)
નોનવેજ માટે મે જે વાત લખી હતી એમાં બહુ ઓછાં લોકો એ પોતાનાં પ્રતિ ભાવ આપ્યા..તો મને થયુ કે કદાચ વધારે લોકો ખાતા હશે એટલે જ પ્રતિ ભાવ નથી આવ્યા..પણ ૫ દિવસ રહીને મને mail આવવાના શરૂ થયાં...
એમાંથી જે mail થી હ્રદય ને વધારે દુખ થયુ એ આપને જણાવું છું...
એક વડીલ બા નો mail આવ્યો..
નીતા, કેટલાં વખત થી જે વાત મારા મનમાં ચાલતી હતી અને જે હું કોઈને નહોતી કહી શકતી એ આજે તે કહી દીધી....
મારા દીકરા,વહુ એમનાં બાળકો અને મારી દીકરી જમાઈ બધાં જ ખાય છેં મને બહુ દુખ થાય છેં પણ કોઈ માનતું નથી....
હુ આ વાત ને લયને ખૂબ જ દુખી થાવ છું પણ એમને કાંઇ કહેવા જેવું નથી રહ્યુ હવે એ લોકો મોટાં થઈ ગયાં છે ને...
બીજો MAIL આવ્યોં
હું એક ૮૦ વર્ષ ની ઉમર નો દાદો છું...
અને મરવા ની રાહ જોવ છું
નીતા, દીકરા તને એમ થશે કે હું થું કામ આવું કહુ છું પણ ઘર મા આ નોનવેજ ની વાસ સહન નથી થતી ઘરમા ખાવાનું નથી ભાવતું. તોય એ લોકો નું જમવાનું થઈ જાય પછી હું ઘરે આવું.
નીતા જ્યાં સુધી તારા દાદી જીવતા હતા ત્યાં સુધી એ મને અલગ જમ્વાનું બનાવી આપતા હતાં,
પણ હવે તો મારે એ જ વાસણ માં બનાવેલું ખાવું પડે છે ..અને હું એમને કહુ છું કે મને વ્રુધ્ધાશ્રમ માં મૂકી આવો તો એમની ઇજ્જત જાય છેં...
જીવવું ભારે થઈ ગયું છે...
મને એમનાં આંસું જાણે mail માં દેખાતા હતા...
મને એ નથી સમજાતુ કે જે બાળકો ને આપણે નાનપણથી હાથ માં રાખીને મોટાં કર્યા આપણે જેને આપણે જ બંધુ સીખડાવ્યું...
એ જ બાળકો હવે આપણી શું હાલત હોય એ કેમ ન સમજે...અને કેમ આપણી વાત ન માને..
એ લોકો કેમ નથી સમજતા કે કોઈ દિવસ પણ એ લોકો માતા..પિતા કરતા મોટાં તો નહી જ થઈ શકે...
Wednesday, September 24, 2008
...........................................................
અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...
અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...
અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....
એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....
સામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "
સહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......
પીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુ
બોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "
ખવાતુ હશે તો શું કરશો? "
પણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......
૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...
ઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકે
એ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......
Monday, September 15, 2008
શેરબજાર ભાઈ..........................
હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..
બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,
આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...
લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..
અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..
કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...
પાછો ત્યાં જ જઈને ઉભો રહે..
એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..
એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...
પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...
અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...
હું એક સગાનાં ઘરે ગઈ હતી .
ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...
હુ એની રુમમાં એને મલવા ગઈ.
મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.
મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?
તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....
હુ ઉભી રહી...
પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"
મે પુછ્યુ "શું જોતો હતો?"
તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."
આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...
અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...
એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...
ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...
પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...
આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....
Thursday, September 11, 2008
મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
Monday, September 1, 2008
પણ માફી માંગવાની કોની?
........................................
આખાં વર્ષનું એક દિવસ મા ભેગું જમી શકીયે ?
આખાં વર્ષનાં વિચારો એક દિવસમાં ભેગાં કરી શકીયે ?
આખાં વર્ષનો પ્રેમ એક દિવસમા થઈ શકે?
તો આખું વર્ષ ભૂલ કરી હોય તો, માફી એક વાર માંગવાથી અને એક દિવસ માંગવાથી કેવી રીતે મળી શકે?
જેમ કહેવાય છે કે ગંગાજી માં સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય..આવી જ આ વાત છે.
ઠીક છે ચાલો..એ પણ માન્યું કે માફી માંગવી એ સહેલી વાત નથી..એટલે એક દિવસ નક્કી થયો કે આ દિવસે માંગવાની...
પણ માફી માંગવાની કોની?
આપણો અંતરઆત્મા બધું જાણતો હોય છે કે આપણે સાચ્ચામા કોની માફી માંગવી જોઈયે..આપણે કોને આકરા શબ્દો બોલ્યા છેં...
કોને આપણાં શબ્દોથી દુખ થયુ છેં..
પણ મે છેલ્લાં કેટ્લા વર્ષો થી જોયું છે કે જે બે મિત્રો વર્ષો થી વાત નથી કરતા હોતા એમના અબોલા હજી અકબંધ હોય છે.
બધાં પોત પોતાની રીતે સાચ્ચા જ હોય છેં.
હવે મારો જ દાખલો આપું ને..મને શિવાંસ એ કહ્યુ કે તમે ભૂલ કરો છો..મને કેટલું ખરાબ લાગી ગયું..પણ આજે હું એની માફી માંગું છું કે ભાઈ તુ તારી રીતે સાચો હતો ..મે ખાલી બધાની સામે ચર્ચા કરી.
મને પોતોને કેટલું હલકું લાગે છે મારું મન, પણ હુ ખાલી એક સંદેશ મૂકી દઉ કે સર્વ ને "મિચ્છામિદુક્કડમ"....
એ કોઇ મતલબ નથી રહેતો..મિત્રો જેની સાથે મતભેદ હોય કે મનદુઃખ્ , મહેરબાની કરીને એને "મિચ્છામિદુક્કડમ".... કહેશો..તો આજનો દિવસ સાર્થક થયો ગણાવીશ
ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.
મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.
જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..
Friday, August 29, 2008
આપણા એક મહાન નેતાને કહેવામાં આવ્યું કે વૃધ્ધાશ્રમનૂ ઉદ્ગાટન તમારે હાથે કરવું છે..તો એમણે ના પાડી.કે જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે બોલાવજો.એમનો કહેવાનો ભાવાર્થ એમ હતો કે, વૃધ્ધોને એમના સંતાનોના ઘરમાં જ આદરનું સ્થાંન મળવું જોઈએ.
તો હવે એ વ્રુધ્ધોનું શું?
નાનપણથી બાળકોને પોતાના કોળીયા ખવડાવ્યા. કદી પણ એ ન વિચાર્યું કે પોતાનું શું થશે? પણ બાળકોની ઇચ્છા પૂરી કરી..આખી જિંદગી એમના માટે ખર્ચી નાખી..બાળકને સારામા સારું ભણતર આપ્યું..આને માટે બહારથી વ્યાજ પર પણ પૈસા ઉપાડ્યા.
અને આજે બાળક જ્યારે મોટું થાય છે; ત્યારે એમ કહે છે કે, એ તો તમારી ફરજ હતી..પણ પોતાની ફરજ એ ન નીભાવેં. માતાપિતાએ એકલાં રહેવું પડે; અને એમની સાથે રહે, તો હેરાન થઇ જાય..તો વ્રુધ્ધાશ્રમ ખોલવામાં શું શરમ? ..હુ તો એમ કહુ છુ કે, આના જેવુ પુણ્યવાળું કોઈ કામ નહી હોય. જ્યારે સમય મળે ત્યારે એક વાર આટો તો મારો વ્રુધ્ધાશ્રમ નોં... રૂવાંડાં ઉભાં થઈ જશે.
મારે એક વાર ત્યાં જવાનું થયુ હતુ. ત્યાં એક વડીલ સાથે વાત થઈ. તે કહે, " બેન! મારા દીકરા વહૂ બન્ને મુંબઈની મોટી હોસ્પીટલમાં બહુ મોટાં ડોકટર છેં. અને અહીયાં હુ બીમાર છું; એની એમને ખબર પણ નથી."
મે પુછ્યુ, " કઈ હોસ્પીટલમાં?" આમ કેટલીય વાર પુછ્યુ, તો પણ બોલ્યાં કે "ના! બેન, જવા દ્યો. એમાં એમની બદનામી થશે." માંડ રડવું રોકી શક્યા. ત્યાં હ્રદય માં આવી વાતો ભરેલી હોય. વૃધ્ધાશ્રમ ખોલીને, ત્યાં માન આપીને વડીલોને સાચવો જુઓ. કેવો આનંદ આવે છે! કદાચ મંદિરમા જવાથી ન મળે એવો આનંદ મળશે,
નીતા કોટેચા
૩૦-૦૮-૨૦૦૮
Tuesday, August 26, 2008
ગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો કરુ છુ; એમ મને અવારનવાર કહેવામાં આવે
છે. અને એ મને પણ ખબર છે. મને બહુ વખત એમ થયુ કે, ભૂલો ઓછી થઈ જાય તેવી,
'ઉંઝા જોડણી' વાપરુ. પણ ઉંઝા જોડણી આપણામાંથી ઘણા લોકોને નથી ગમતી; એટલે એ
વિચાર પણ પડતો મૂક્યો. હવે મેં સંકલ્પ કર્યો છે કે, હું મારી જોડણી સુધારીને જ જંપીશ.
અને ત્યાં સુધી આ બ્લોગ ઉપર લખાણ બંધ. અને જો કદાચ થાકી જઈશ, અને નહીં શીખી
શકુ; તો પહેલાં ફક્ત પોતાના માટે જ લખતી હતી, એમ જ લખીશ. બ્લોગ બંધ...બીજુ શું?કારણકે, મને પણ નથી ગમતુ કે, હુ ભૂલો સાથે લખુ. મને ખબર પડે છે કે, બધાંને કેટલી
તકલીફો થાય છે. તો બધાં મારા માટે થોડી દુઆ માંગજો કે, હુ મારી ભૂલોને સુધારી શકુ.
હવે મારામાં વધારે ટીકાઓ સાંભળવાની તાકાત નથી રહી. હવે હુ બધાના બ્લોગ વાચીશ
અને પ્રતિભાવ પણ મારી રીતે અંગ્રેજી - ગુજરાતીમાં જ આપીશ! આ લખ્યુ એમાં પણ બહુ
ભૂલો હશે; તો એના માટે પણ હુ માફી ચાહુ છુ. કોઈ એમ ન સમજતા કે, મને કાંઇ ખરાબ
લાગ્યુ છે.tamara lakhela vakya no
koi arth nikalto j nathi
દુઃખ આ વાતનું થયુ છે..ભુલો બતાડે એ હુ સ્વીકારવા તૈયાર છું, પણ અપમાન ન સહન થાય મારાથી..
પણ એટલુ જરુર કહીશ કે, જો ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે; તો માતા પાસે ભુલો
કરવાની બધી છુટ હોય ને? હા, ભાષા સુધારવા પ્રયત્ન જરુરી હોય છે, એટલે એ
સુધારવાનો સમય માંગુ છુ. હીમ્મત રાખીને, 'ઉંઝા જોડણી જેવો, બધાનું કામ સરળ
બનાવી દે તેવો, સારો સુધારો શા માટે ન અપનાવવો? ' એમ પણ મને કદીક થાય છે. બધાં
એ અપનાવે તો કેટલું સરળ બની જાય?
જોઈએ, ભગવાન મારી પાસે શું કરાવે છે?
તો ચાલો આવજો બધાં. હવે આપણે ત્યારે જ મળીશુ, જ્યારે હુ મારી ભૂલો સુધારી શકીશ.
ત્યાં સુધી અલવિદા.
Monday, August 25, 2008
મોબાઈલ પ્રભુ (1)
હમણા એક સખી બિમાર હતી એને જોવા જવાનું થયુ..એને પણ ઘરમા ને ઘરમાં એકલા એકલા કંટાળો આવતો ,તો મને કહે બેસને થોડી વાર ..પછી અમે ગપ્પા મારતા બેઠા હતા. ત્યા એમને મોબાઈલ પર miss call નો મારો ચાલુ થયો..મે પુછ્યુ "કોણ છે?" તો કહે "મારા સગા માં છે એક જણ ..ખબર નહી કેમ miss call આપે છે" મે કહ્યુ "જુઓ કરી જુઓ સામે શું કામ હશે કોને ખબર?" એમને પણ જરા ચીંતા થઈ.. એમણે સામે ફોન કર્યો.. તો એ બેન એ પુછ્યુ "મે સાંભળ્યુ કે તમને ઠીક નથી." તો મારી સામે બેઠેલા બેન એ કહ્યુ "હા જરા તબીયત માં મજા નથી..તમે કેમ miss call આપ્યો હતો " તો કહે "લે તમારી તબીયત ની પુછ્છા કરવા. હવે જ્યારે મારો miss call આવે ત્યારે સમજી લેજો હુ તમને યાદ કરુ છુ..."માંડ માંડ ફોન પુરો કર્યો .અને પછી એમણે મને બધુ કહ્યુ, અને અમે ખુબ હસ્યા.
વાહ રે મોબાઈલ પ્રભુ વાહ...
નીતા કોટેચા
૨૬-૦૮-૨૦૦૮
Sunday, August 24, 2008
નીતા કોટેચા
૨૫-૦૮-૨૦૦૮
Saturday, August 23, 2008
મરણ નું આંમત્રણ
આજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ ચાલતા હતા.બન્ને કોઇ વાત પર ખુબ ચર્ચા કરતા હતા..
ભાઇ નંબર ૧_ ના હુ નહી આવુ મને કોઇ નો ફોન નથી આવ્યો..
ભાઇ નંબર-૨_ અરે રાતના બનાવ બની ગયો ત્યારે તારો ફોન બંધ આવતો હતો..તો અમે શું કરીયે?
ભાઇ નંબર ૧- અરે તો, હુ રાતના મારો મોબાઈલ બંધ કરી ને સુવ..
ભાઇ નંબર ૨- હા બરોબર છે પણ એમા અમારો શું વાક? જો તુ આજે નહી આવે અફસોસ તને રહેશે..કે તે છેલ્લે એનુ મોઢુ ન જોયુ..હુ જાવ છુ તારી મરજી..એને અમે ૧૦.૩૦ વાગે લઈ જાશુ..
અને મને ખુબ આઘાત લાગ્યો કે, માણસ ને હવે મરણ નું પણ, આમંત્રણ જોઈયે છે..
ક્યાં પહોચશે આ દુનીયા?
૨૪-૦૮-૨૦૦૮
નીતા કોટેચા
....................
ઘર માં બે બાળકો હોય, તો એ બે બાળકો વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જ્વાબદારી માતા પિતા ની હોય છે ।
અને એમનાં લગ્ન થયા પછી એ બન્ને વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જવાબદારી પુર્ણ પણે એમની પત્ની ની હોય છે.
જો એ બન્ને વચ્ચે સંપ જાળવી રાખશે તો કોઇ દિવસ ઘરમાં જગડા નહી થાય..
અને એક જ માતા નાં બાળકો વચ્ચે કદી પણ અબોલા નહી થાય..
સ્ત્રી ની જવાબદારી બહુ બધી હોય છે...
નીતા કોટેચા
૨૩-૦૮-૨૦૦૮