મનનો આક્રોશ

Friday, December 19, 2008

સંબંધ

આજકાલ લગન નાં દિવસો ચાલી રહયાં છેં..એક એક પ્રસંગ માં જઈયે ત્યારે દુખી થવાય છે જ્યારે જોઈયે કે એ જ ઘર નો એક ભાઈ ન ત્યાં હાજર ન હતો..અને ક્યાંક જોવા મળે કે કોઇની બહેન નહોતી ...ક્યાંક તો માતા પિતા જ હાજર ન હોય...ત્યારે જે લખાઈ જાય છે એ લખ્યું છેં..જો આ લેખ વાંચીને કોઇ એક ઘર નો સંબધ પણ પાછો પહેલા જેવો થઈ જશે તો મને આંનદ થાશે..જોડણી ની ભુલ ન જોતા..વાત ને સમજવા ની કોશીષ કરશો તો મને વધારે ગમશે..બધા પોતાનાં સગા ઓ ને આઅ લેખ મોકલાવજો જેની સાથે તમારે સંબધ ટુટી ગયો હોય કદાચ બધુ સારુ થઈ જાય..બસ થોડુ જતુ કરવાની ભાવના આપણે પણ રાખવી જ પડશે..

સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...
અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..
સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..
પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...

ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..
સંબંધ એટલે શું ???
બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..
કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....


લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....

સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..
અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...
ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નું
એ જાણવા માટે કોઇને સમય નથી હોતો...
જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટે
આ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથી
કોઇ ફરક નથી હોતો...
...........
સંબંધો ને સંભાળવા પડે છે વધારે...
અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...
ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..
તો
આ જ સંબંધો દુખ આપે છે વધારે...
...........
સંબંધો વણસી જાય પછી શું ??
અને કંઇક બોલાય જાય પછી શું??
હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??
અને સંબંધ ટુટી જાય પછી શું ??
વસાવ્યા હતા જેમને આંખો માં
એ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??
ચલો જવા દ્યો બધી વાતો
હવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??
...........
કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...
અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માં
જો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..
મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,
હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..
............
હવે કફન ની જરુરત ક્યાં છે મને...
મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...
હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટે
પોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..
ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..
હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....

નીતા કોટેચા....
posted by નીતા કોટેચા at 6:00 PM 8 comments

Monday, December 1, 2008

હવે પોતે રખેવાળ બનો...

આપણો દોષ આપણે ક્યારે બીજાં પર ઢોળવાનું બંધ કરશું..આપણે ત્યાં કાંઇ પણ થાય આપણે કહેશું કે પાકીસ્તાન એ કર્યું...કારણ કે એ તો આપણાં મા થી નીકળેલ દેશ છે ને...એટલે એને કહેવાય કાંઇ પણ.. અરે પોતાની ભૂલ તો ગોતો..પણ અહીયા તો બધાને પોતાનુ ઘર ભરાય છે કે નહી એની ચિંતા હોય છે ને...બધે બાજુ બસ પૈસા ખાવાના..ભલે ને કોઇ ગેર કાયદે ઘુસે છે આપણાં દેશ માં...મને શું??? મને આપતા જાય છે ને પૈસા..હુ મારી આંખો બંધ કરી લઈશ..પાકીસ્તાન એ કદાચ કર્યુ પણ હોય ચલો એ પણ માની લઈયે પણ આપણે શું કરતા હતા??આપણાં નેતા ઓ શું કરતા હતા..આપણાં ચોકીદારો શું કરતા હતા..??
હા હમણાં તો તેઓ રાજ ઠાકરે માં વ્યસ્ત હતા ને...બીચારાં ક્યાં ક્યાં ધ્યાન આપે...છેલ્લાં કેટલાક વખત થી તો આ ચાલુ હતું...પહેલાં બાળાસાહેબ એ મુસલમાનો ને આગળ કર્યાં અને હવે ભત્રીજા એ બીહારી ઓ ને..અરે આ તો આપણાં જ દેશ નાં બચ્ચાં છે ભઈ..એ લોકો ને આવતા રોકો છો ..આતંકવાદી ઘુસી ગયા ત્યાં સુધી શું કર્યું??એને અટકાવવાની તાકાત રાખોને...શુંકામ સાદાં સીધાંલોકો નાં મગજ માં ઝેર ભરો છો...મુસલમાનો માટે તો ઝેર ભરાઈ ગયુ છેં...
મારી દીકરી ની ૪ friends કે જે મહારાષ્ટ્રીયન...વર્ષો નો સાથ એક બીજાનો..કેટકેટલી વાતો મા ચર્ચા થાય બધાં વચ્ચે...પણ કોઈ દિવસ કોઇવાત પર એવો ઝગડો ન થાય કે અબોલા ન થાય..હમણાં જ્યારે આ હુમલો થયો.મુંબઈ માં sms ફરતા થયાં..કે ક્યાં છે રાજ ઠાકરે ની સેના..એને કહો મુંબઇ ને બચાવનાર માં ૨૦૦ જુવાન આવ્યા હતા એ બધા એ જ બાજુનાંહતા જે લોકો ને એ અહીંયાથી ભગાવવાની કોશિશ કરે છેં..
મારી દીકરી એ યાદ રાખીને એ sms એ friends ને ન મોકલાવ્યો..કે એમને દુખ થાશે..પણ એણે એ વાત એના orkut નાં 1 st પાના પર લખી..એ friends નો ફોન આવ્યોં કે વીંધી યે તુમને જાનબુજકર હમે સુનાને કે લીયે લીખા હૈ..વીધી એ એને બહુ સમજાવવાની કોશિશ કરી..કે તુ શું કામ આટલું બધુ વિચારે છેં આટલુંસમજ એ એક નેતા છે અને એ ફકત જાત પાત નુનામ લઈને આપણાં મગજ અને લાગણી ઓ સાથે રમે છેં..
પણ એ માનવા તૈયાર નથી..એનાં મગજ માં એકદમ બેસી ગઇ છે એ વાત કે મરાઠી ઓ ને જ તે ખરાબ કહ્યા,અને હવે વાત પણ કરવાની બંધ કરી નાંખી છેં...આ નેતા ઓ નાં કામ..આટલા જુવાન બાળકો નાં મગજ માં રાઈ ભરાવી નાંખી કે મરાઠી એટલે કાંઈકખાસ..રસ્તા પર મે સાંભળ્યું છે મરાઠી છોકરાઓ નેબોલતા કે અવાજ મત કર નહી તો બુલાતા હૈ અભી રાજ ઠાકરે કો..નેતા ઓ ને ખબર છે આમ જ આતંકવાદી ઓ નાં જનમ થતાહશે..પોતાની જાત પોતાનાં ધર્મ માટે આટલું જનુનન ભરો...એ લોકો ને જીવવા દ્યો શાંતિ થી...
શું કામ કુમળી વય નાં બાળકો નાં મગજ ને ખરાબ કરો છોં..
એમાં આપણાં નેતા ઓ ...કોઈક નાં લખેલા પ્રવચન જોઇને બોલતા આવડે પણ એમનેએમ એ લોકો સારુ નથી બોલી શકતા એ નક્કી થઈ ગયું ..કારણકે જોયા વગર નુ એ લોકો કેવુ બોલે છે એ દેખાઈ ગયુ...આ આપણાં નેતા ઓ...નરેન્દ્ર મોદી કહે છે કે અમેરીકા ની જેમ આપણે હવે આપણા પર હલ્લો ન થાય એ ધ્યાન રાખવાનું છેં..અરે મારા ભાઈ મુંબઈ માં થયુ ત્યારે આ અક્કલ આવી ગુજરાત માં થયુ ત્યારે આ શાણપણ ક્યાં ગયુ હતું.પણ પાછું બીજા ની ભુલ કેમ શોધવી?? ..હુ બધાને કહુ છુ કે આ વાચ્યાં પછી કોઇ મારી સાથે વાત કરવા ન આવે કે નરેન્દ્ર મોદી કેવા વ્યક્તી છેં હુ નથી કહેતી કે તેઓ ખરાબ છેં પણ એમની માટે કહુ એટલે આખુ ગુજરાત મારા પર બોલવાનું શરૂ થઈ જાય છેં..આપણે જાગ્રુત થવાનું છે કે તેઓ પણ એક નેતા છેં...એ મુંબઈ નાં રાજ ઠાકરે હોય કે ત્યાંનાં હોય..
હવે બધાં એ વિચારવાનો સમય આવી ગયો છે..તમારે ત્યાં કોઇ ને ઘર ભાડા પર રહેવા આપ્યું હોય જરા એને ચકાસો..તમને કાંઇ અજુગતુ લાગે જરા એની વાત જઈને પોલીસ ને કરો..હવે એ લોકો પણ બધી વાત માં સહકાર આપશે...અને ન આપે તો જઇને મીડ ડે વાળા ઓ ને લખાવી આવો કે આવુ થયુ છે અને એ પોલીસ સાંભળતી નથી..હવે આપણે જ આંખો ખુલ્લી રાખવી પડશે અને ચોકી પહેરો ભરવો પડશે...

અને છેલ્લે આપણાં દેશ નાં એ જુવાનો ને સલામ કે જે લોકો શહીદ થયા અને એ લોકો ને પણ જેમણે જાન ની ચિંતા કર્યા વગર આપણને બચાવ્યાં..


નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 11:31 PM 3 comments