મનનો આક્રોશ
Tuesday, August 26, 2008
ગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો કરુ છુ; એમ મને અવારનવાર કહેવામાં આવે
છે. અને એ મને પણ ખબર છે. મને બહુ વખત એમ થયુ કે, ભૂલો ઓછી થઈ જાય તેવી,
'ઉંઝા જોડણી' વાપરુ. પણ ઉંઝા જોડણી આપણામાંથી ઘણા લોકોને નથી ગમતી; એટલે એ
વિચાર પણ પડતો મૂક્યો. હવે મેં સંકલ્પ કર્યો છે કે, હું મારી જોડણી સુધારીને જ જંપીશ.
અને ત્યાં સુધી આ બ્લોગ ઉપર લખાણ બંધ. અને જો કદાચ થાકી જઈશ, અને નહીં શીખી
શકુ; તો પહેલાં ફક્ત પોતાના માટે જ લખતી હતી, એમ જ લખીશ. બ્લોગ બંધ...બીજુ શું?કારણકે, મને પણ નથી ગમતુ કે, હુ ભૂલો સાથે લખુ. મને ખબર પડે છે કે, બધાંને કેટલી
તકલીફો થાય છે. તો બધાં મારા માટે થોડી દુઆ માંગજો કે, હુ મારી ભૂલોને સુધારી શકુ.
હવે મારામાં વધારે ટીકાઓ સાંભળવાની તાકાત નથી રહી. હવે હુ બધાના બ્લોગ વાચીશ
અને પ્રતિભાવ પણ મારી રીતે અંગ્રેજી - ગુજરાતીમાં જ આપીશ! આ લખ્યુ એમાં પણ બહુ
ભૂલો હશે; તો એના માટે પણ હુ માફી ચાહુ છુ. કોઈ એમ ન સમજતા કે, મને કાંઇ ખરાબ
લાગ્યુ છે.tamara lakhela vakya no
koi arth nikalto j nathi
દુઃખ આ વાતનું થયુ છે..ભુલો બતાડે એ હુ સ્વીકારવા તૈયાર છું, પણ અપમાન ન સહન થાય મારાથી..
પણ એટલુ જરુર કહીશ કે, જો ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે; તો માતા પાસે ભુલો
કરવાની બધી છુટ હોય ને? હા, ભાષા સુધારવા પ્રયત્ન જરુરી હોય છે, એટલે એ
સુધારવાનો સમય માંગુ છુ. હીમ્મત રાખીને, 'ઉંઝા જોડણી જેવો, બધાનું કામ સરળ
બનાવી દે તેવો, સારો સુધારો શા માટે ન અપનાવવો? ' એમ પણ મને કદીક થાય છે. બધાં
એ અપનાવે તો કેટલું સરળ બની જાય?
જોઈએ, ભગવાન મારી પાસે શું કરાવે છે?
તો ચાલો આવજો બધાં. હવે આપણે ત્યારે જ મળીશુ, જ્યારે હુ મારી ભૂલો સુધારી શકીશ.
ત્યાં સુધી અલવિદા.

10 Comments:
આપને મારી વાતનું ખોટું લાગ્યું તે બદલ માફ કરશો...
કહેવાનો ઉદેશ્ય બીજો હતો પણ આપે તેને અલગ રીતે ધ્યાનમાં રાખ્યો..
ભુલો બધાથી થવાની જ છે.
ભુલો સુધારવી જાત માટે પણ સારું છે.
કોઈની કોઈ વાતથી પોતાના વિચારો પડતા મુકવા તે સારી વાત નથી..
મહેરબાની કરી આપનો બ્લૉગ જીવંત રાખો...
Neetaben...SHOCKED ! You did not have to to do that...but you are the ONE who has the FINAL SAY....but you will continue your MAN NA VICHARO Blog.
prabhune dhyanma rakhi shant mane vichar karasho !
ChandravadanBHAI
નીતાબેન. જો તમે બ્લોગ બન્ધ કરી માત્ર તમારા પુરતા એ રાખવા માંગતા હો તો ભુલોનો વીચાર કર્યા વીના લખો. એક વીચાર ક્યારેક કોઇકને અજવાળુ આપ્યા વીના રહ્યો નથી અને રહેવાનો નથી. લખો.
ઉંઝામાં લખેલું ય લોકો વાંચે તો છે જ, માત્ર કોમેંટ નથી આપતા.
pls. continue to write...tame frank thai ne je lakho chho te game chhe......real life ni vaato vadhu saari, ideal pustakoni duniya karta. pls. continue, pls. thanks in advance for continuing.
બહેન, ધીરજ રાખ. બ્લોગ ખાલી નીજાનંદ માટે નથી હોતો. એ જાહેર જનતા આપણા વીચાર વાંચી અને સમજી શકે, તે માટેનું બ્લેક બોર્ડ છે.
આ એક જાતની સમાજસેવા માટેનું પ્લેટફોર્મ છે. આપણે જાતમાંથી બહાર નીકળીએ, એટલે આવું બધું તો થાય. પણ આપણે જે નક્કી કર્યું હોય તે, આપણા કર્તવ્ય માટે, આપણે અવીચળ રહીએ.
'આક્રોશ' મને બહુ જ ગમતો બ્લોગ છે - કારણકે, અહીં દંભના પડદા ચીરીને તને જે સત્ય લાગે છે, તે તું કહે છે. આપણા સમાજને માટે આ બહુ જ જરુરી દીવાદાંડી છે.
તારી નીષ્ઠા પ્રાણવાન હશે, તો તું જરુર ઘણાના મનના આક્રોશને વાચા આપી શકીશ.
ઉંઝામાં લખો કે સાચી કે ખોટી જોડણીમાં લખો - એ બહુ જ ગૌણ બાબત છે. અંતરમાંથી પ્રગટતો ભાવ જ સર્વોપરી છે.
કદાચ કોઈએ જોડણી સુધાર માટે તને કહુયું હોય - મારા સમેત - તો તેને સ્વસુધારણા માટેની આવી પડેલી તક તરીકે જો.
તારામાં ભાવ છે, ઘરકામ અને બીમાર તબીયત છતાં સમાજને દીવાદાંડી ચીંધવાનો શુભ સંકલ્પ છે.
એ દીવો પ્રગટેર્લો જ રાખ, એને બુઝાવ નહીં.
nitaben
Gujarati spell checker final tabakkama che
teno upyog badhi jodani xatine dur karshe..
tenaa saMshodhako bahu jaldI te suvidha bahara lokupayog maate mukashe...
tamaare tamaraa vicharo blogne bandha karavaano nathI
vicharo ane shvaas ek saathe baMdh thaay..tene bandh karavana hoy nahi
neeta take it positive..
કોઇએ ભૂલ માટે લખેલ હોય તેનાથી કંઇ ગભરાઇને કે રિસાઇને બંધ ન કરી દેવાય. તેં તો
" જાવ નથી રમતા... "
એમ બાળકની જેમ કહી દીધું.!!!!
ભૂલો તો કોનાથી નથી થતી ? એ સુધારવાનો પ્રયત્ન કરવાને બદલે આમ રિસાઇ જવાનું ? એક પણ ભૂલ વિનાનો કોઇ બ્લોગ કદાચ નહીં હોય. ( મારા સહિત.
)
ચાલુ રાખવાનું છે..લખવાનું...ઓકે ? તારા માટે એ જરૂરી છે. વધુ ખીજાવું જાહેરમાં સારું નહીં.!!!! અને તેજીને ટકોર જ હોય...
મારી અંગત વાત લખું?
અમારા વડીલ તો આવા સુધારા સ્વીકારવાની વાત તો દૂર રહી
સાંભળવા પણ માંગતા નથી!
અને આજે કવિ-લેખકો વિ.વિભાગમાં કેટલા હાજર રહેશે તે પણ પ્રશ્ન છે!
એક રીતે સારું કે અરસિકોની ગેરહાજરીમાં કાર્યક્રમ સારી રીતે માણી સકાશે!!
પ્રજ્ઞાજુ વ્યાસ
૨૯મી ઓગસ્ટ ૦૮
'લોકોનું બોલવું 'માં તમારા અંતરનો આક્રોશ બહાર આવ્યો છે. ભલે આવ્યો. સારુ થયું નીકળી ગયો. અમે બધા વાચકો તમારી સાથે છીએ- ટોક્વામાં અને રોકવામાં બન્નેમાં.
જેમ લોકોનું બોલવું હોય એમ જ હાથીનું ચાલવું હોય અને કુતરાનું ભસવું હોય. દરેક પ્રાણી એના ઉત્ક્રાંતિ વિકાસ પ્રમાણે ક્રિયાઓ કરે.
તમને ભૂલો સાર્થવાળા અને ઊંઝાવાળા બન્ને બતાવશે. સાર્થવાળા ઇચ્છે છે કે બધા બને એટલી સાચી ગુજરાતી લખે અને ગુજરાતીનું ગૌરવ જાળવે. તો ઊંઝાવાળા ભૂલો બતાવી તમને હાસ્યાસ્પદ બનાવી એવું સાબિત કરવા માગે છે કે સાચી જોડણીમાં લખવું તમારા બસની વાત નથી માટે તમે ઊંઝા જોડણીમાં લખો.
આને સૌથી સહેલો રસ્તો છે- બન્ને પક્ષોને રોકડું પરખાવી દેવાનું કે તમારે ઝઘડવું હોય તો ઝઘડો પણ મને બક્ષો. હું તો મારી કાલીઘેલી ભાષામાં મને આવડે છે એમજ લખીશ, હા ધીમે ધીમે સમયની અનુકૂળતા પ્રમાણે જોડણીકોશ જોઈ ભુલો સુધારતી જઈશ પણ કોઈનીયી જોડણી બાબતે જબરદસ્તી નહિ ચલાવી લઉં.
-------
[નીતાબેન તમારી મુશ્કેલી હળવી કરવા હવે તો વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું.]
[રતિલાલ ચંદરિયાનો ગુજરાતી લેક્સિકોન એ મોટો ખજાનો તો છે જ]
આ બન્ને ઉપાયોનો સમય અને જરૂર પ્રમાણે ઉપયોગ કરતાં રહો. જેમ જેમ વધુ વાપરશો એમ એમ જોડણી
યાદ રહેતી જશે અને પછી તો એની ટેવ પડી જશે. તમને પોતાને તમારો લેખ ચકાસ્યા સિવાય પબ્લીશ કરવાનું મન નહિ થાય.
એક વાચક
This comment has been removed by the author.
Post a Comment
<< Home