મનનો આક્રોશ

Saturday, January 12, 2013

બધા તંત્રીઓ માટે
મોટા મોટા લેખકોની રચનાઓ લેવા માટે તંત્રી ઓ તડપતા હોય છે .. તે લોકો કહે તેટલા પૈસા આપવા તૈયાર હોય છે . પણ નવા લેખકો જ્યારે પોતાની રચના આપવા જાય ત્યારે જો લેખકો ધ્વારા પૂછવા માં કે અમને અમારી રચના માટે કાંઈ મળે ? તો કહેવામાં આવે કે " હા નામ મળે ને .. અમારા જેવા લોકપ્રિય  છાપા માં તમારી રચના લઈને અમે તમારા પર ઉપકાર કરીએ છે ..અને તમારી રચના છાપવાના અમે તમારી પાસે થી કઈ લેતા નથી એ જ ઉપકાર સમજો .. શું છાપા લોકોને મફતમાં આપવામાં આવે છે ? શું કોઈ નાત નું કે કોઈ પણ પુસ્તક હોય એનું લવાજમ લેવામાં નથી આવતું ? તો શું કામ લેખકોને જ પૈસા નથી અપાતા ... બહુ પહેલા સાંભળ્યું હતું કે લેખકો હંમેશા ભૂખ્યા રહે।। એ વાત એકાદમ સાચ્ચી છે . જો પોતાના પૈસે પોતાનું પુસ્તક બહાર પાડવાની કોશિશ કરે તો પબ્લીશર્સ  હેરાન કરે . કરવું શું ? લેખકો ની કદર છે જ નથી .. એ સત્ય હકીકત છે ..આ હું કોઈ એક પુસ્તક કે કોઈ એક છાપા  માટે નથી કહેતી ..પણ કોઈ પણ નથી આપતા .. એ પણ હકીકત છે . હા એક " સ્ત્રી "  મેગઝીન વાળાઓ ને જો આપની વાર્તા ગમે તો તે લોકો વાર્તા સ્વીકારીને તરત જ ચેક મોકલી આપે છે . અરે પૈસા ન આપે ક્યારેક બહુમાન કરે તો પણ ગમે . પણ બધાને પોતાનું પુસ્તક કે છાપા ભરવા છે , કોઈ નવા ને તક આપવી નથી કે કોઈ નવા પર ભરોસો મુકવો નથી . સચિન તેડુલકર જગ્યા આપે તો જ બીજા ની પ્રતિભા બહાર દેખાય , તો થોડું ધ્યાન સીનીયર લેખકો એ પણ રાખવાની જરૂરત છે . 
posted by નીતા કોટેચા at 9:23 AM

2 Comments:

khub j sundar che tamaru Blog.....
read kari ne ghanu gamyu....kyak jivan ni kadvi vato che to kyak mithi sachai che...wahh khub J sundar..:)

January 15, 2013 at 4:57 AM  

Kadvi limda jei vat,gade utre to dava bani jay

June 1, 2016 at 9:08 AM  

Post a Comment

<< Home