મનનો આક્રોશ

Friday, December 19, 2008

સંબંધ

આજકાલ લગન નાં દિવસો ચાલી રહયાં છેં..એક એક પ્રસંગ માં જઈયે ત્યારે દુખી થવાય છે જ્યારે જોઈયે કે એ જ ઘર નો એક ભાઈ ન ત્યાં હાજર ન હતો..અને ક્યાંક જોવા મળે કે કોઇની બહેન નહોતી ...ક્યાંક તો માતા પિતા જ હાજર ન હોય...ત્યારે જે લખાઈ જાય છે એ લખ્યું છેં..જો આ લેખ વાંચીને કોઇ એક ઘર નો સંબધ પણ પાછો પહેલા જેવો થઈ જશે તો મને આંનદ થાશે..જોડણી ની ભુલ ન જોતા..વાત ને સમજવા ની કોશીષ કરશો તો મને વધારે ગમશે..બધા પોતાનાં સગા ઓ ને આઅ લેખ મોકલાવજો જેની સાથે તમારે સંબધ ટુટી ગયો હોય કદાચ બધુ સારુ થઈ જાય..બસ થોડુ જતુ કરવાની ભાવના આપણે પણ રાખવી જ પડશે..

સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...
અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..
સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..
પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...

ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..
સંબંધ એટલે શું ???
બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..
કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....


લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....

સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..
અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...
ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નું
એ જાણવા માટે કોઇને સમય નથી હોતો...
જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટે
આ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથી
કોઇ ફરક નથી હોતો...
...........
સંબંધો ને સંભાળવા પડે છે વધારે...
અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...
ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..
તો
આ જ સંબંધો દુખ આપે છે વધારે...
...........
સંબંધો વણસી જાય પછી શું ??
અને કંઇક બોલાય જાય પછી શું??
હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??
અને સંબંધ ટુટી જાય પછી શું ??
વસાવ્યા હતા જેમને આંખો માં
એ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??
ચલો જવા દ્યો બધી વાતો
હવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??
...........
કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...
અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માં
જો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..
મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,
હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..
............
હવે કફન ની જરુરત ક્યાં છે મને...
મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...
હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટે
પોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..
ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..
હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....

નીતા કોટેચા....
posted by નીતા કોટેચા at 6:00 PM

8 Comments:

Dear Nita,

Relation one can choose and Keep
But Relative one has no choice!
One needs to love and let go,
one needs to be Direct,Honest,
and Open minded to keep Relation and stay connected with Relatives.
Those with such an understanding has less pain in their heart and mind.

Rajendra

www.yogaeast.net
www.bpaindia.org

December 19, 2008 at 6:22 PM  

excellent aunty....

December 19, 2008 at 8:23 PM  

The Inevitable Truth of life:
[b]Everyone in ur life is going to hurt u sooner or later..."
U Just HavE to realise what is worth.?
The PAIN or The PERSON.....!

December 19, 2008 at 9:33 PM  

really di...sambandho e samna rachavya bahu hata..pan ena j kaanta....bahu.tame to jane sambandh shabde ne dholi ne pi gaya cho.ketli chanavat sathe tame e samjavi didho che..really gr8.sache thodu jatu karvani bhavna hoy to sambandho taki jay di??

December 19, 2008 at 11:36 PM  

gliarialપ્રભુ સાથેનો સંબંધનો સાચો સંબંધ
તમારી દોડ, કાર્ય માટે નથી સ્વવિકાસ માટે છે અને તેનામાં કાર્યાન્વિત થયેલી ભકિત છે. જે ક્ષણે સ્વવિકાસની દોડ ભૂલી જઈ કેવળ કાર્ય માટેની દોડ થશે ત્યારે તમારો વિકાસ અટકી જશે અને તે પ્રભુકાર્ય ન રહેતાં એક સામાજિક કાર્ય બની રહેશે.

‘આ પ્રભુકાર્ય છે. સ્વવિકાસનું યજ્ઞીય કાર્ય છે. કોઈ વ્યકિતનું નથી, રાષ્ટ્રનું છે, વિશ્વનું છે. ધર્મ અને સંસ્કતિનું છે. તે પ્રાચીન યા અર્વાચીન નથી. આ કાર્યમાં કેવળ આત્મવિકાસ અને પ્રભુભકિતને જ અવકાશ છે. કાર્યનું સમાજ ઉપર પરિણામ દેખાય છે તે તો પ્રભુકાર્યની આડપેદાશ છે. સ્વવિકાસ કરતાં કરતાં સમાજ ઉપર થયેલું પરિણામ છે.’ આ મહાપુરુષ કે જેમણે આપણને સ્વવિકાસનો અને પ્રભુકાર્યનો રાહ ચીંઘ્યો છે તેમની પુણ્ય સ્મૃતિમાં ૨૫મી ઓકટોબર તેમના નિર્વાણ દિવસે કેવળ કાર્યની દૃષ્ટિએ નહીં પરંતુ ભકિતની દૃષ્ટિથી કાર્ય કરવાનો -તેમના રાહે ચાલવાનો સહુ સંકલ્પ લઈએ એ જ તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે.
pragnaju

December 22, 2008 at 12:24 PM  

kub sares tame bahuj saru kame karo choo

plese jo tamnee khabre hoye gujrati songs mate koi site ke blog hoyee to plese mane janav jo

maraa blog pare avee comeents maa lakh jo

maro pan ek blog chee plese visit karo

http://www.bollywood2masti.blogspot.com

http://www.bollywood2masti.blogspot.com

http://www.bollywood2masti.blogspot.com

December 27, 2008 at 11:35 PM  

kub sares tame bahuj saru kame karo choo

plese jo tamnee khabre hoye gujrati songs mate koi site ke blog hoyee to plese mane janav jo

maraa blog pare avee comeents maa lakh jo

maro pan ek blog chee plese visit karo

http://www.bollywood2masti.blogspot.com

http://www.bollywood2masti.blogspot.com

http://www.bollywood2masti.blogspot.com

December 27, 2008 at 11:38 PM  

તારી વાત સાચી છે. ઘણીવાર સમાજના આ બધા સંબંધો ગાલે થપ્પડ મારીને પણ સાચવવા પડે છે. તેં લખ્યું છે ને થોડું જતું કરવાની ભાવના આપણે રાખવી જ પડશે બસ આજ સમાજનો નિયમ છે. જો આ નિયમ પર ચાલશો તો આપણા મનને કાંઈ નહીં અડકશે.

December 29, 2008 at 5:42 PM  

Post a Comment

<< Home