મનનો આક્રોશ

Thursday, September 11, 2008

પ્રાર્થના
...........
એક મંદિર માં જવાનું થયુ॥ત્યાં જોયુ બધા આંખ બંધ કરી ને પ્રાર્થના કરતા હતા।મને વિચાર આવ્યો કે ભગવાન ની મુર્તી તો દેખાય નહી, તો શું આનંદ આવે॥પ્રાર્થના પુરી થઇ એટલે મે બે ત્રણ જણ ને ઉભા રાખી ને પુછ્યુ કે "મને જરા કહેશો કે, કેમ તમે આંખ બંધ રાખો ?
જવાબ
૧) આંખ બંધ રાખીયે તો આપણને આપણા પાપ બરોબર દેખાવા લાગે તો એની માફી માંગી શકીયે।
૨) ભગવાન નાં મુખ પર નજર નથી ટક્તી જરા તાપ લાગે છે। આપણે જ એટલા પાપી છે, તો એમનાં મુખ સામે જોઈ નથી શકાતુ। એટલે આંખ પોતે જ બંધ થઈ જાય છે.
૩) કોણ આવ્યું ?કોણ ગયું? એમાં જીવ જાય છે . પછી પ્રાર્થના માં જીવ નથી રહેતો.એટલે આંખ જ જો બંધ રાખીયે તો કાંઇ ચિંતા તો નહી, શું થાય છે મંદિર માં...

મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
posted by નીતા કોટેચા at 9:10 PM

4 Comments:

આંખો બંધ થાય ત્યારે જ દેખાય! સાવ સાચી વાત.
પણ તો પછી મંદીર જવાની જરુર જ શું?! સમય પણ બચે. અને મંદીરમાં પૈસા મુકીએ છીએ તે ગરીબોને આપીએ તો?
મુર્તીપુજા વીશે મારો લેખ વાંચો -
http://gadyasoor.wordpress.com/2008/05/02/murtipuja/

September 12, 2008 at 5:29 AM  

ત્રીજી વાત સાચી લાગી કે કોણ આવ્યું કે કોણ ગયું તેમાં ધ્યાન ન જાય.

September 12, 2008 at 9:53 AM  

ખૂબ મઝાની વાત
ભગવાનનું રુપ દર્શન કરી આંખ બંધ કરવાથી તે સોંસરવું હ્રુદયમા સ્થાપવામાં મદદ થાય છે!
મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
વાત યાદ આવી
તુમ મેરે પાસ હોતે હો
ગોયા દૂસરા નહીં હોતા
આ પંક્તી પર ગાલીબસાહેબ તેના બધા પુસ્તકો આપવા તૈયાર થયા હતાં!
પ્રજ્ઞાજુ

September 12, 2008 at 11:02 AM  

From the depth of the heart a sincere talk with God is the TRUE PRATHNA....& you do not have to go to MANDIR...& you can do that with open eyes OR closed eyes.
Dr. CHANDRAVADAN MISRRY

September 14, 2008 at 4:09 PM  

Post a Comment

<< Home