મનનો આક્રોશ
Wednesday, October 29, 2008
શું કરવુ જોઈયે ???
........................
મારી એક friend છેં, એણે એક સંત ને કે એક મુની ને, મારે એ બાબત ચોખવટ નથી કરવી..
પણ એણે એક વ્યક્તી ને પોતાનાં ગુરુ તરીકે માન્યા છેં...
હવે તેને ખબર પડી કે, એ વ્યક્તી બહુ ખોટા કામ કરે છેં... મને કહે શું કરુ?
મે કહ્યુ "એને છોડી દે..."
તો કહે "ના ગુરુ તો જિંદગી ભર એક જ હોવા જોઈયે..."
મે પુછ્યું "પછી ભલે એ ખોટું કરે"..
તો કહે "હા,વારે વારે બદલાવાય નહી.."
મે કહ્યુ "આવો નિયમ કોણે બનાવ્યો છેં?"
તો કહે "કોઇએ નહી... પણ આપણો પતિ કાંઇ ખોટું કરે તો આપણે ચલાવીયે જ છે ને???
અને પત્ની ખોટું કરે તો પતિ પણ ચલાવી લે છે....તો ગુરુ નું કેમ નહી.... "
શું જવાબ આપવો????
કારણ, પતિ અને પત્ની ધર્મ ના રખેવાળ નથી હોતા એટલે એમની ભુલ ક્ષમા ને યોગ્ય છેં ...
પણ ગુરુ ખોટું કરે તો પણ કેમ એના વિરુધ્ધ આપણે જતા નથી.. એ કોઈ પણ ધર્મ ના હોય????????
શું આપણે, ગુરુ થી ડરીયે છે એટલે????
આપણે એમને પ્રેમ કરીયે છે એટલે???
કે
આપણે એક આંધળો ભરોસો એમના પર કરી દીધો છે એટલે????
ગુરુ ની ભૂલ ને, પતિ અને પત્ની ની ભૂલ સાથે સરખામણી મા લેવાય???
નીતા કોટેચા

6 Comments:
પ્રથમ તો,ગુરૂ-શિષ્યની વાતમાં પતિ-પત્નીને વચ્ચે લાવવા એજ અપરિપક્વ સમજ કહેવાય
અને સો વાતની એક વાત એ કે ધર્મ,સેક્સ,અને રાજકારણ-આ ત્રણેય,ખૂબ જ સંવેદનશીલ
વ્યક્તિગત અને અંગત બાબત છે જેની જાહેર ચર્ચા જ ન હોય....મારૂં એમ માનવું છે.
અપ્પ દીપો ભવ ..
- ગૌતમ બુધ્ધ
કોઈ ગુરુ કોઈને તારી ન શકે. માર્ગરર્શન આપી શકે. તરવું તો જાતે જ પડે.
અને ગુરુ ખોટું કરે છે, તે જાણ્યા પછી પણ તેમને ન છોડાય એ અંધશ્રધ્ધા અને મુર્ખતા જ છે.
પતી અને પત્ની પણ યોગ્ય ન હોય તો તેમને છોડી દેવાની કાયદાકીય જોગવાઈ છે જ ને? પડ્યું પાનું નીભાવી લેવાની વાત કેટલે અંશે યૉગ્ય છે?
હું મહેશ અંકલ ની વાત થી સહમત છું. અમુક સેંસીટીવ વાતો જાહેર માં ન થાય એટલી જ સારી. એમાં જાણે ન જાણે કોઇ નું દિલ દુભાય અને લખવા વાળા ને ખબર સુધ્ધા ન હોય. અને કહ્યું છે ને.. કે હોય જો વિષય શ્રધ્ધા નો તો એમાં પુરાવા ની શી જરુર છે.. એમ એમાં જાહેર ચર્ચા ની પણ જરુર નથી, એમ મારુ અંગત મંતવ્ય છે.
બાકી , ગુરુ એક એવી વ્યક્તિ કે જે ભવસાગર પાર કરાવી શકે.. સાચો રસ્તો બતાવી શકે.. ગુરુ નો મહિમા શબ્દો માં વર્ણવો શક્ય જ નથી. અને ગુરુ- શિષ્ય ના પવિત્ર સંબંધ ની સરખામણી પતિ-પત્ની નાં સંબંધ થી કરવી એ કેટલા અંશે યોગ્ય કહી શકાય..(!!) એ તો દરેક ની માનસિકતા પર જ નિર્ભર છે. મારા મતે તો સાવ અયોગ્ય વાત..!! અને કોઇ એ સમ આપી ને તો કહ્યુ ના જ હોય કે ચલ, હું જ તારો ગુરુ..!! મતલબ કે આપણે જાતે જ, આપણી અંતર ઇચ્છા થી કોઇ ને ગુરુ તરીકે સ્વીકાર્યા છે ને..!! હવે આપણે યોગ્ય ગુરુ કે માણસ ન ઓળખી શકીએ તો ભુલ તો આપણી જ ને..!! પાત્ર તમે કેવું પસંદ કરો છો એ મહત્વ નું છે ને..!!! અને ઘણીવાર એમ પણ બને કે પાત્ર આપણ ને શોધતું આવે.. જો 'આપણી પોતાની પાત્રતા હોય તો..''..!! પણ ખેર આ ચર્ચા નો અંત નથી.
પાની પીજો છાન કર
ગુરૂ કીજો જાન કર
પછી શ્રધ્ધા આવે
તેમાં અને અંધશ્રધ્ધામાં વિવેકબુધ્ધિની જરુર પડે!
સ્થિર ચિતે વિચાર બાદ લાગે કે આ અંધશ્રધ્ધા હતી
તો ઉહાપોહ-(ખાસ કરીને આંતરીક) વગર ખસી જવું.
એજ અપરિપક્વ સમજ
Pragnaju
We can't compare any person with each other as each person is unique.so 1)Stop comparing . If Guru is doing severe mistake of course we can choose a new Guru from whom we can get inspiration to live our life fullest,who can inplement spiritual concepts in practical life so 2)Choose a new Guru, Or as per my thinking,From whom we can learn small or big concepts , all are respectable Guru with ourself also.
આપણે અવાર નવાર પેલું ફિલ્મી ગીત સાંભળીયે છીએને કે દોસ્તો કી ભૂલ હો તો માફ કર શકે! ખરેખર એવું બનતું નથી, નજીકનાઓને જ માફ કરવા અઘરા છે. પતિ/પત્નિના 99% કિસ્સામાં માફી હોતી જ નથી, ઘણીવાર માફી એ દંભ કે મજબુરીનું સ્વરૂપ ધરીને આવે.
અને છતાંયે સો વાતની એક વાત કે બધાએ કહ્યુ એ એમ આ મુદ્દો જ ઘનો સંવેદનશીલ છે એટલે એના સાથે છેડછાડ ન કરવું જ હિતાવહ છે.
Post a Comment
<< Home