મનનો આક્રોશ

Saturday, October 18, 2008

બાળમાનસ
........................

ટીવી માં આવતી સીરીયલો મા થી બાળકો શું વિચારે છેં એ પણ જાણવા જેવું છેં...

મમ્મી પપ્પા નો આગ્રહ હતો કે એમનાંબાળકો રોજ આવતી સીરીયલ રામાયણ અને મહાભારત જોવે..

પોતાંને તો સમય હોય નહી એટલે એ લોકો સંસ્કાર એ ડબ્બા મા થી લેવા માટે કહે..

આવા જ એક ઘર માં મારે જવાનું થયું..

બાળકો બેઠા બેઠા સીરીયલ જોતા હતા..

સીરીયલ પુરી થઈ...

જાણે એક home work પુરુ કર્યું એવો ભાવ મે બચ્ચાઓનાં મોઢાં પર જોયો..

મમ્મી પપ્પાવખાણ કરતા હતા કે અમે તો આ એક આદત રાખી જ છે કે આ સીરીયલ તો જોવાની જ...

બધા વાતો માં પડ્યા..

હુ બધાની નજર બચાવીને બચ્ચાઓ પાસે ગઈ...

મે પુછ્યું "તમને કઈ વાત વધારે ગમી આ સીરીયલ માં"

તો કહે "રામાયણ માં મને તો હનુમાન જી બહુ ગમ્યા.

અને મહાભારત માં મને બધા જ ગમ્યાં..."

મે પુછ્યુ " શું ન ગમ્યું ?"

તો જે જવાબ મલ્યો એ સાંભળીને મને બહુ જ અચરજ થયું

મને એ બચ્ચા ઓ "કહે કે અમને એક વિચાર આવે છેં પણ કહીયે કોને...?"

મે કહ્યું "મને કહો.."

તો કહે "રામાયણ માં યુધ્ધ થયું, કારણ કે રાવણ, સીતા માતા નું હરણ કરી ગયાં હતા...

અને મહાભારત માં યુધ્ધ થયું...કારણકે પાંચાલી નું અપમાન થયું હતુ...

તો અમનેએમ વિચાર આવે છે કે તેઓ રામ ભગવાનનાં પત્ની હતા અને ત્યાં પાંડવો નાં પત્ની હતા એટલે આ યુધ્ધ થયું..પણ આખાં ગામ માં જો બીજી કોઇ ની પત્ની સાથે આ થયું હોત તો આ યુધ્ધ થાત?

અને બીજાં કેટલાં લોકો એ યુધ્ધ માં મરણ પામ્યા..તો શું એ લોકો ને તકલીફ નહી થઈ હોય...."

શું જવાબ આપુએ મને પણ ન સમજાણું...

ત્યારે તો મને કોઈકે બોલાવ્યું એટલે મારે ત્યાં થી ચાલ્યું જવું પડ્યું..પણ હવે જ્યારે એ બાળકો પાછાં મળશે ત્યારે એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપું???

શું આપ લોકો આ બાળમાનસ માને એવો કોઇ જવાબ આપી શકશો મને???

અને શું એ લોકો નાં વિચાર ને ખોટો ગણાવાય??

કે પછી પાછું હંમેશ ની જેમ એનેચુપ કરી દેવા નાં કે તને ન સમજણ પડે...

કે પછી માતા પિતા એ શીખવા જેવુ છે કે જ્યાં બાળકો નાં સવાલો નાં સમાધાન થાય એવી જ જગ્યાએ એમને આપણાં સંસ્કાર આપવા માટે મોકલાવો..નહી તો આવા કેટલાક સવાલો એમને જિંદગી ભર હેરાન કરશે...


નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 11:56 AM

6 Comments:

બાળક અને તેની કેળવણી અંગે વ્યવસ્થિત વિચાર કરવો રહ્યો.આવા એકલદોકલ તારણો કાઢશો તો ઉકેલમાં તકલીફ પડે.
અભ્યાસ માટે ત્રણ વસ્તુ અગત્યની
આસનસિધ્ધિ, આયોજન અને સાર કાઢવાની રીત
રીડીંગ ક્લબો ચલાવવી જોઈએ.તમે નકકી કરો કે મારે શું આ કરવુ છે તો તમે ધારો તે કરી શકો.
શિક્ષણ શું આપે છે.માહીતી,સમજણ,, વિષ્લેષણ, સમજાવટ શસક્તિકરણ અને પારંગતા.
ત્રણ વાત શીખવી પડે.દેખાવ, ભાષા અને અભિવ્યક્તિ
જે માટે જરુરી છે. વાંચન, વિચાર અને ચિંતન
તો અંતિમ ધ્યેય - પ્રસન્નતા મળ
pragnaju

October 18, 2008 at 12:30 PM  

બાળકોને શાંતીથી સમજાવવું જ જોઈએ કે...
સત્યના પાલન માટે યુધ્ધ કરવું તે સાચો ધર્મ છે.
રામાયણ અને મહાભારત તો ઉદાહરણ છે.રામ કે કૃષણ- ભગવાન ન જ હતા. એમણે ભગવાનૌં કામ કર્યું હતું, માટે એ મહાન ગણાય છે.
પણ આપણે પોતે સત્ય પાળીએ છીએ ખરા?!
હેલન કેલરની જીવનકથા હમણાં વાંચું છું . એ આંધળી અને બહેરી , છ વરસની છોકરી પુછી પુછીને પંડીત બની હતી.એની જીવનકથા વાંચવા જેવી છે - જો બાળકોનો ઉછેર કેમ કરવો તેમાં રસ હોય તો.

October 18, 2008 at 1:42 PM  

nita di aa lekh vanchi ne to mane pan vichar thay chhe ke mane aa vichar pela sha mate na aavyo. hu atyare mahabharat download karu chhu. mara mammi mate ke divali ma hu hamna surat jaish tyare temne dekhadish pan have to mare pan jovi padse ane aa prashn no javab gotvo padse.

October 18, 2008 at 5:12 PM  

zmpgbNeeta
You cannot leave children alone and let them see 'Mahabharat and 'Ramayan.
They should be given background. We have to explain them nicely ,correctly. Children are like clean slate. They will ask what they see.
This is not the way to give SANSKARA to children.
jay shree krishna

October 19, 2008 at 2:27 AM  

neeta ji.....
aano ek matra upay che....
mata pita...banta pehla...
mata pita bnva ni laykat che ke kem...

ek patawala mate pn degree hoy to
perents banva mate kem nahi...

aa ange no aarticl mallika sarabhai e divyabhaskar ma saat aath divs pehlaj aavyo hato....

aa sehlu nathi parntu jo aa thay to.. shayad in sawallo ke jawab ho sakte he.......

October 24, 2008 at 5:40 AM  

good though...
i agree with u.....

May 27, 2009 at 5:48 AM  

Post a Comment

<< Home