મનનો આક્રોશ

Monday, August 15, 2016

જિંદગીમાં આપણને જરૂરી નથી કે બધા જ લોકો ગમે અને જેટલું જોઈએ, જેટલું વાચ્યું બધું જ ગમે . એક વ્યક્તિ, એક ને ગમે બીજાને જરા પણ ન ગમે . એમાં દોષ કોનો એ વ્યક્તિનો કે જોવા વાળાઓની નજરનો. એની માનસિકતાનો . ? કોઈક મોટો પેઈન્ટર હોય એ બાળકનાં બનાવેલા ચિત્રને વખોડી ન શકે . અને જો એ વખોડે તો એના જેવું મુરખું કોઈ ન હોય . તમે તમારે પ્રમાણે બરોબર હો તો એ એના પ્રમાણે બરોબર જ છે. મારું તો દ્રઢ પણે માનવું છે કે તમારામાં જેટલી કલા વધારે હોય તેટલા તમે જો વધારે વિનમ્ર ન બનો તો એ કલા તમારી માટે કોઈ કામની નથી . કોઈ પણ કલાનું અભિમાન હોવું એ તો પ્રભુને પણ પ્રિય ન હોય. તમારી પાસે જો કોઈ કલા હોય તો એને વહેચો. ફક્ત પોતાનું પેટ ભરવા અને પોતાનું નામ કમાવા જ જો તમે એનો વપરાશ કરતા હો તો કામનું શું ? કોનું નામ ટક્યું છે ? કોણ હમેશ માટે જીવતું રહ્યું છે ? આજે જેમની પાસે કોઈ પણ વસ્તુની કલા છે કોઈ પણ વિદ્યામાં જે લોકો પારંગત છે સૌથી વધારે તેઓ જ લોકોનું અપમાન કરે છે. કોઈકને વાર્તા લખતા સારી આવડતી હોય એમને પૂછીએ અમને સીખવશોતો કહે અમને ક્યા આવડે છે ? તમે જ વાંચીવાંચીને સીખી લ્યો .કોઈને કોઈ વાદ્ય આવડતું હોય તો એમને કહીએ તો એવી ફીસ કહેશે કે તમે હા પાડી જ ન શકો .
કોઈ કોઈને કઈ શીખવવા નથી માંગતું પણ હા વિવેચક તરીકે બોલવાનો એમને ભરપુર સમય છે . ત્યારે તો એવું બોલશે કે શીખવાવાળા ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે . આવા દાખલા મેં જોયા છે એટલે કહું છુ .
ક્યારેક આપણી સાથે શીખતા લોકોને ઓચિંતાનાં બહુ આગળ વધી ગયેલા જોઈએ એમને પૂછીએ “વાહ શું વાત છે સાથે ચાલ્યા હતા . તે તો અમને જણાવ્યું પણ નહિ . હું પણ શીખવા આવત “
ત્યારે એમનો જવાબ હતો “ એમ બધું બધાને ન કહેવાય , લોકો આપણાથી આગળ વધી જાય. આવું જ્યારે સાંભળીયે છે ત્યારે તો આઘાત લાગે છે. કે મનુષ્ય કેટલો સ્વાર્થી થઇ ગયો છે .
પણ એક વાત અહિયાં સીખવા મળી કે જો દુનિયામાં જીવવું હોય તો બહેરા થઈને જીવવું . કારણ અહિયાં શબ્દોની રમત છે . તમને લોકો એવું પછાડશે કે તમે જિંદગીમાં ઉભા નહિ થઇ શકો..
નીતા કોટેચા “નિત્યા “
posted by નીતા કોટેચા at 9:00 AM

0 Comments:

Post a Comment

<< Home