મનનો આક્રોશ

Tuesday, March 17, 2009

ઉફફફ આ બોર્ડ ની પરીક્ષા

હમણાં મુંબઈ માં ૧૦ માં ની બોર્ડ ચાલે છે..કાલે એમની ભૂગોળ ની પરીક્ષા હતી..અમારા જ ગામ માં ઘાટકોપર માં જ એક દીકરી એ કોપી કરતા પકડાણી અને એની હોલટીકીટ લઈ લેવામાં આવી ..કદાચ ખાલી ડરાવવા માટે લીધી હોય કે જે હોય એ..પણ એ દીકરી એટલી ડરી ગઈ કે એણે ૧૦ માં માળે જઈને અગાસી માં થી પડતું મૂક્યું અને મૃત્યુ પામી ..અમે કોઇ સુઈ નથી શક્યાં..કે આ શું છે ??આટલું શું કામ ચીંતા..શું ૧૦ મુ ધોરણ એ જિંદગી ની છેલ્લી પરીક્ષા છેં..મહેરબાની કરીને બધાં બાળકો ને પણ કહુ છું કે જિંદગી બહુ મોટી છે અને એમાં લાખો રસ્તા છેં..આજે ભણેલા ઓ પણ રસ્તે ફરે છેં..તો આવુ કોઇ પગલું ના ભરતા..માતા પિતા ની શું હાલત થાય છે તમને ખબર નથી..જિંદગી માં જ્યારે પણ આવા વિચાર આવે કોઇક ને ફોન કરો એમની સાથે વાત કરો..કોઇ માતા પિતા માટે તમારથી વધારે પરીક્ષા નહી હોય...મહેરબાની કરીને આવુ પગલું કોઇ ન ભરતા...એમનાં માતા પિતા નાં નહી પણ અમારાં આંસું પણ નથી સુકાતા કાલ થી...મારી દીકરી પણ આ જ વર્ષે ૧૦ માં ની પરિક્ષા આપે છે..


સાથે બધાં બાળકો ને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના.ને આશીર્વાદ..ગુજરાત નાં બધા બાળકો ને પણ શુભકામના...

અને મમ્મી પપ્પા ને વિનંતી કે જરા સંભાળજો...

posted by નીતા કોટેચા at 1:16 PM

7 Comments:

જાણીને બહુ દુખ થયું

March 18, 2009 at 2:59 PM  

it's very sad !

March 30, 2009 at 7:47 AM  

It is a tragedy.....Let us not put pressure on our Children...parents must talk to them as friends ....must encourage them to study, & if all efforts are put by the Children...accept the exam result as it comes...BUT, most important is that their FEAR for the "Bad outcome " must be removed. Then, the children do not take the path of TRAGEDY.
Dr. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com

April 4, 2009 at 8:51 PM  

Paak Karamu reading your blog

June 2, 2009 at 11:22 AM  

Thank You Very Much for sharing this great article here...

Nice Work Done!!!!

Health Tips | Health Facts | Fitness Tips | Gir National Park

June 26, 2009 at 5:13 AM  

Dear neetaben,

Jaani ne dukh to thayu pan kadi aapde e vicharyu ke e chokri kem atli dari gai ? Shu evu to nathi ne ke ena parents na expectation na boja ni dabai ne e etli ghabrai gai ke ene thayu ke jo ghare khabar padi ke hu copy karta pakdai gai to avi bahyu ??? Amuk var aapde janya vagar apda badako ni upar etlu badhu pressure nakhiye che ke aapane realize thay e pehla kok vaar ghanu modu thai jay. Aa kshane darek valio ne parents ne etluj kehvanu ke tamara badako ne emni hobby pursue karvadeso toh they are bound to succeed even if there are struggling and at the end of the day they will be happpy and satisfied. Which perhaps what the parents wish for the their children .

-Sandeep

January 24, 2010 at 5:35 AM  

મારા અનુભવે ધો૧૦ મા જાહેર પરીક્ષા ઓ એ બાળકો પર નો અત્યાચાર જ છે પણ સરકારો અને અધિકારીઓ બોર્ડ ની આવક ને ધ્યાન મા રાખી તેને બંધ નહી કરે....મેં જોયુ છે કે માત્ર એક વર્ષ પછી ધો ૧૧ મા આવતા બાળક ની પરિપકવતા અને ક્ષમતા ખૂબ વધી ગયેલી જોવા મળે છે એટલે ભલે બોર્ડ બે પરીક્ષા રાખે પણ ૧૦ ને બદલે એ પરિક્ષા ૧૧ મા લેવાવી જોઈ એ એટલે કે ધો ૧૧ અને ૧૨ એ બન્ને પરિક્ષાઓ બોર્ડ મારફતે લેવાય એ મને યોગ્ય લાગે છે....

January 11, 2013 at 11:40 PM  

Post a Comment

<< Home