મનનો આક્રોશ
Friday, January 11, 2013
માનસિક બળાત્કાર
દિલ્લી રેપ પછી સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે વિચારીને બહુ દુ:ખ થાય છે, કે ક્યારે સુધરશે સમાજ અને ક્યારે સુધરશે પુરુષોની માનસિકતા, કેટલી દીકરીઓ ને આપણે મરતા જોઈશું ને ચુપચાપ બસ જોયા કરશું ..
દ્રોપદી ના જમાના થી જે ચાલ્યું આવ્યુ છે તે આજે પણ ચાલે છે . જે ત્યારે બતાવવામાં આવ્યું હતું કે ઘરના દેર, જેઠ ભાભી ની સાળી ખેચે છે અને ચીર પુરવા માટે શ્રીકૃષ્ણ આવે છે . તો ખબર નથી પડતી કે પ્રભુ જ્યારે દેર, જેઠ કપડા ખેચે ત્યારે જ આવે ..બહાર વાળા ખેચે ત્યારે ના આવે . એવો કોઈ કાયદો હશે કે પ્રભુ નો ..
એમ થાય છે કે બધી સ્ત્રીઓ એ બાળકોને જન્મ આપવાનું જ બધ કરી દેવું જોઈએ . જો જનમ દેનારો પ્રભુ આપણી દીકરી ને સાચવતો ન હોય તો આપણે શું કામ એની શ્રુષ્ટિ ને સંભાળવા માટે બાળક કરીએ .. આમ સમાજમાં લોકો બુમો પાડીને કહે છે દીકરી વ્હાલનો દરિયો ને દીકરી બચાવો ..શેની માટે, આ બધા માટે કે ?
નાની હતી ત્યારે વાર્તા વાચી હતી કે એક માણસને પકડીને બધા પથ્થર મારતા હતા તો કોઈકે કહ્યું કે જેણે જિદગીમાં ક્યારેય ભૂલ ન કરી હોય તે પથ્થર મારે, પથ્થર મારવાનાં બંધ થઇ ગયા . તો હમણા આપણે એમ પણ કહી શકીએ ને કે જે માણસે ક્યારેય માનસિકતાથી પણ પોતાના વિચારોથી પણ પારકી સ્ત્રીઓ કે બેનો દીકરી ઓ પર બળાત્કાર ન કર્યો હોય એ જ વિરોધ પ્રદર્શિત કરે .તો કેટલા પુરુષો આવી શકશે ??રસ્તે ચાલતા, બસ માં ટ્રેન માં, મંદિરો ની ભીડ માં કેટકેટલાયે ઠેકાણે આવા પુરુષો મળી રહે છે ક્યારેક આપણા સગાવ્હાલાની નજરો માં પણ આપણને આ જોવા મળે છે, સ્ત્રીઓ ક્યાં સલામત છે . પોતાની પત્ની સાથે ચાલનારો પુરુષ બીજાની સ્ત્રીઓ ને અને બીજાની દીકરીઓ ને ધ્યાનથી ઉપર થી નીચે સુધી જોતો હોય છે . બળાત્કાર કરવાના બંધ તો નહિ કરી શકું, પણ કમસેકમ પુરુષો પોતાને જ બદલાવી શકે તો માનસિક બળાત્કાર ઘણા ઓછા થઇ જશે ..
દીકરીઓ અને સ્ત્રીઓએ હવે ઘરથી જ શુરુ કરવાનું છે જરા પણ આપણાં આજુબાજુના પુરુષોની નજર આપણને લાગે કે આપણાં પર કે બીજી કોઈ દીકરી પર ફરે છે તો તરત જ ટોકવાની હિમત કરતા સખી જાવ ..ધીરે ધીરે કદાચ વાતાવરણ બદલાઈ જાય
નીતા કોટેચા "નીત્યા"
posted by નીતા કોટેચા at 10:00 AM

1 Comments:
બહેન લાખ કોશિશ કરો આ દેશમાં મનુષ્યની માનસિકતા નથી બદલવાની!! પ્રયત્ન કરતા રહેવાની આપણી ફરજ બની રહે છે પરંતુ આ દેશની મૂંગી-બહેરી-અપાહિજ એવી રાજકીય પરિસ્થિતિ આગળ આપણે સૌ લાચાર છીએ. આપની હિંમત અને અવિરત મહેનત દાદ માંગે છે!!! આપને અમારા સૌના અભિનંદન અને આશીર્વાદ!!
હર્ષદ રવેશિયા
Post a Comment
<< Home