મનનો આક્રોશ

Thursday, February 21, 2019

માતૃભાષા દિન

"વિશ્વ માતૃભાષા  દિવસ"

 આજે લોકો માતૃભાષા દિવસે ઘણું બધું ભાષા વિષે લખે છે. પણ આજે હું કંઈક  અલગ કહેવા માગું છું. ક્યારેક ક્યાંક કોઈક શબ્દ એવો વાંચવા કે સાંભળવા મળે કે જે ન ગમે. પણ કોને કહેવું?


1)  જેમ કે જ્યારે છાપામાં મરણનોંધ આવે છે ત્યારે એમાં લખ્યું હોય, બૈરાઓ એ તે જ દિવસે આવી જવું. કેમ આપણે એમ ન લખી શકીયે કે બહેનો એ તે જ દિવસે આવી જવું.


2) જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે  લોકો પહેલો  પ્રશ્ન પૂછે કે ક્યારે કાઢી જવાના છે? કેમ આપણે એમ ન પૂછી શકીયે કે ક્યારે લઇ જવાના છો? કાઢી જવું એમ આપણા જ વ્યક્તિ માટે કેવી રીતે બોલી શકાય?


3) કોઈને ત્યાં દીકરી આવે ત્યારે એમના ઘરેથી મેસેજ આવે બેબી આવી, કેમ એવું ન બોલાય કે દીકરી આવી ?


આવા તો કેટલાયે શબ્દો છે કે જેને આપણે બદલાવી શકીયે છે.  તો જો આપને  મારી વાત ગમી હોય તો શું આપ હવે આ શબ્દોને બદલાવશો? લખવામાં ભૂલ થાય તો લોકોનું તરત ધ્યાન જાય પણ બોલવામાં આવા શબ્દોને આપણે ન બદલાવી શકીએ ?




                                                                                                            નીતા કોટેચા 'નિત્યા '
posted by નીતા કોટેચા at 1:33 AM 0 comments