મનનો આક્રોશ

Thursday, November 27, 2008

આતંક વાદ શું છે?

હંમેશા જ્યારે આ ઘટના થાય ત્યારે આપણે આ બધી ચર્ચા કરતા હોઈયે છે..પણ બે દિવસ પછી આપણે બધુ ભુલી જાઈયે છેંં..ઘરનાં ડાઇનીંગ ટેબલ પર બેસી દાળઢોકળી ખાતા ખાતા આપણે આપણા સીસ્ટમ ની બુરાઈ ગોતીયે છેં..અરે ૯.૫ ની લોકલ મોડી આવે તો આપણે કહીયે છે કે શું કરે છે આપણી સરકાર...ભઈલા તે શું કર્યુ અત્યાર સુધી દેશ માટે એ તો કહે..એક જુલ્મ ની વિરુધ્ધ અવાજ ઉઠાવાની તાકાત તો છે નહી ..પણ સરકાર શું કરે છે એ બોલતા જાણે બરોબર આવડી ગયુ છેં...ત્યાં હમલા ચાલતા હોય તો એક સમય નું ભોજન આપણે છોડી નથી શક્તા...અને વાતો મોટી મોટી કરતા આવડે છે ખાલી...અરે એ લોકો મર્યા છે ..ચલ હવે એની માટે કાંઇક ભેગુ કરીને એના ઘર સુધી તો પહોચાડી આવ...ના એ તો સરકાર સંભાળશે ને..અરે ભઈલા એમની આત્મા ને શાંતી મળે એ પ્રાર્થના તો કર..અરે સમય ક્યાં છેં...હવે એમણે સારુ કામ કર્યુ છે તો એમનુ સારુ જ થાશે ને...મારે તો મારા બચ્ચા ઓ ને સંભાળવા પડશે ને...અરે ભઇલા તો શું કામ સીસ્ટમ ની રામાયણ કરે છેં..કમસેકમ મુંગો તો રહે...એટલુ તો કરી જ શકે છે તુ...આપણે તો મુંગા રહીને પણ આપણા દેશ ને સાથ નથી આપતા..અરે નેતા ઓ કાંઇ નથી કરતા ચલો માન્યુ કે એ કાંઇ નથી કરતા..તો તે એ ખુરશી પર બેસવાની ક્યારેય મહેનત કરી ..ના...બસ ખાલી વાતો વાતો ને વાતો...આપણે કહીયે કે શું ધ્યાન રાખે છે આપણા માણસો કે આમ આ લોકો ગુસી આવે છે ...મને કહો કે ક્યાં ક્યાં ધ્યાન રાખે એ લોકો..આટલો મજબુત દેશ પન એમનુ W.T.C નહોતા બચાવી શક્યાં..મહેરબાની કરીને હુ બધા ને કહુ છુ કે પોતાની છાપ પાડવા માટે કે મને બોલતા સારુ આવડે છે ક્યાંય પણ ઉભા રહીને ચાલુ ન થઈ જાવ..પહેલા પોતે વિચારો કે મે કાંઇ ફાળો આપ્યો છે...પછી જ તમને બોલવાનો હક્ક છેં...આ મારી વિનંતી ગણો તો વિનંતી અને આક્રોશ ગણો તો આક્રોશ...
નીતા કોટેચા
--
posted by નીતા કોટેચા at 4:57 AM

4 Comments:

માત્ર એક જુટ બનવાથી આનો ઉકેલ નહીં આવે. ભારતમાં ભ્રષ્ટાચાર તળીયેથી ઉપર સુધી વ્યાપક છે. લોકોમાં ખમીર જ નથી રહ્યું, નપાણીયા બની ગયા છે. જુઠુ બોલવામાં કોઈને પાપ નથી લાગતું. આદર્શો માટે ખુવાર થવાની કોઈની તૈયારી નથી. મોજશોખ એ જ એક લક્ષ્ય છે. અને ધાર્મીક્તા પણ ખોખલી છે.
ગન્દકી કોઠે પડી ગઈ છે. આ બધું નહીવત થશે ત્યારે ત્રાસવાદીઓ ભારતમાં આવવાની હીમ્મત નહીં કરે.

અને ત્રાસવાદીઓની સપ્લાય લાઈન - નાણા માટે અરેબીક રાષ્ટ્રો, પાકીસ્તાન વગેરે અને ટ્રેઈનીંગ માટે પાકીસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ - તોડવી પડે. તો જ આ દુઝતો ઘા મટી શકે, બાકી નહીં.

પ્રણામ,
ચીરાગ
http://rutmandal.info/

November 27, 2008 at 5:42 AM  

--

November 27, 2008 at 6:03 AM  

ચિરાગભાઈ સાથે સહમત છું.

Neela

November 28, 2008 at 8:39 PM  

aa deshma lalach mati jay to koina ma takat nahi rahe aangali chindhvani


atyare lalach aapine darek vastu aa deshma thai che dr. banishakay, ek desh ma thi bija deshma jai shakay vagar pasport e

aa bhashtachaar che tya sudhi aantaki o aaavshe ane jo aane rokva ma nahi aave to eni gulami karvi padhse

November 28, 2008 at 11:27 PM  

Post a Comment

<< Home