મનનો આક્રોશ

Monday, August 19, 2013

ક્યાં પહોચશે આ જમાનો..??

ઘરની બહાર નીકળવાની ઇચ્છા જ નથી થતી .. બે દિવસ પહેલા મારી રુમ માં બેસીને હુ મારુ કામ કરતી હતી ત્યાં નીચે રસ્તા પરથી જોર જોરથી કોઇક નો રડવાનો અવાજ આવ્યો.. આમ તો સરકારી હોસ્પિટલ સામે રહુ છુ એટલે રડવાનું તો આખો દિવસ સંભળાતુ  હોય પણ હવે રડવા રડવામાં 
ફરક સમજાવા લાગ્યો છે ..આ કોઇક્નાં મ્રુત્યુ પર લોકો રડે એવુ રડવુ ન હતુ..હુ બાલ્કનીમાં જોવા ગઈ , નીચે જોયુ તો એક યુવાન છોકરો ને એક યુવાન છોકરી હતા ..હજી તો કંઇક વિચારુ ત્યાં તો છોકરાએ , છોકરી ને જોરથી ગાલ પર તમાચો માર્યો.. પછી એના હાથમાંથી મોબાઇલ લઈને નીચે ફેંકી દીધો.. હવે સહન ન થયુ એટલે ઉપરથી જ બુમ 
પાડી  કે આ શું ચાલે છે પોલીસને ફોન કરૂ કે ? છોકરો થોડો ગભરાણો , છોકરી ની હિંમત વધી એટલે એણે પોતાનો મોબાઇલ ઉપાડ્યો ને ચાલવા લાગી .. પાછળ છોકરો ભાગ્યો ..મને થયુ આ છોકરો , છોકરી ને નુકશાન ન પહોચાડે. એટલે હુ તરત નીચે ગઈ . પણ ચંપલ પહેર્યા એ પણ જાણે મોડુ થઈ ગયુ , હું ગેટ પાસે પહોચી તો હવે તો છોકરી જ નીચે પડેલી હતી, સ્વાભાવીક હતુ કે છોકરાએ એને માર્યુ હશે.. એ જોર જોરથી રડતી હતી .. મે છોકરાને ધમકાવ્યો કે તુ અહિંયાથી ચાલ્યો જા નહી તો હુ પોલીસને ફોન કરીને તને પકડાવી દઈશ ..છોકરો ગયો નહી..એટલે હું છોકરી ને મારા ઘરે લઈ આવી મે એને પાણી આપ્યુ એને શાંત કરી એને કહ્યું " તુ ડર નહી હું તને તારા ઘરે મુકી 
આવીશ .. પણ છોક્કરી ને કંઇ સંભળાતુ ન હતુ એ ફક્ત રડતી હતી . મે એને થૉડી વાર રડવા દીધી એ શાંત થઈ .પછી પોતે જ બોલવાનું શરુ કર્યું 
" આંટી મારે એની સાથે સંબંધ નથી રાખવો  પણ એ માનતો જ નથી , ચાર દિવસ પહેલા મમ્મીએ મોબાઇલ અપાવ્યો  કાલે નવા ચશ્મા કરાવી આપ્યાં હતા બધુ તોડી નાખ્યું હું શું કહીશ ઘરે હવે ?" 
મે એને કહ્યુ " તુ શાંત થા.." થોડી  વાર એ ચૂપચાપ બેઠી હતી .." પછી

 કહે હવે હું જાવ આંટી ?"
મે કહ્યું"હું મુકી જાવ છુ ખમ..તો કહે ના હું ચાલી જઈશ .. તોય મન ન માન્યું ને નીચે રિક્ષામાં બેસાડવા ગઈ.. ત્યાં જોયું છોકરો નીચે જ ઉભો હતો.. છોકરી ડરી ગઈ ..હું એ બંનેને ઘરે લઈ આવી .. મે એ છોકરા સાથે વાત કરી એ પંજાબી હતો મે કહ્યુ "આપકો ક્યા તકલીફ હૈ , અગર ઉસે આપકે સાથ નહી રહેના તો જબરદસ્તી ક્યુ કર રહે હો ? ખુદ ભી જીયો ઔર ઉસે ભી જીને દો..તો એ રડવા લાગ્યુ મને કહે " આંટી મૈ 
ઉસસે બહુત પ્યાર કરતા હુ પર આજકલ ઉસકી જિંદગી મે કોઇ ઔર આ ગયા હૈ.. હમ તીન સાલ સે દોસ્ત હૈ.." મે એને કહ્યુ બેટા અગર આપકો 
પતા હૈ કી ઉસકી જિંદગી મે કોઇ ઔર હૈ તો ભી આપ ઉસકે પીછે પડે હો ઔર ઉપરસે જબરદસ્તી ભી કર રહે હો.. ઉસકી જિંદગી હૈ ઉસકી મરજી હૈ
. અબ ઉસે છોડ દો .. વૈસે ભી વો ઇતના માર ખાને કે બાદ આપકી હોને વાલી નહી ક્યોકી ઔરતો કો પૈસા નહી સમ્માન ચાહીયે. તો કહે હા સચ કહા આપને આંટી.. 
એ ચાલ્યો ગયો..છોકરી ને રિક્ષામાં બેસાડીને હું ઘરે આવી ..એનો ફોન્ન આવી ગયો કે હુ ઘરે પહોચી ગઈ છુ..ત્યારે શાંતી થઇ..
આ એક પ્રસંગ પત્યો આજે કામ માટે બહાર જવાનું થયુ થોડી ચાલી ત્યાં પાછા એવા જ છોકરા છોકરી જોયા.. 
એ જ સીન પાછો છોકરી રડતી હતી મે તરત મારી મોટી દીકરી ને મેસેજ કર્યો કે પાછૂ આવુ કંઇક થાય છે શું કરુ? તો મને મેસેજ આવ્યો " મમ્મી 
વધારે વચમા ન પડતા ક્યાંક એ બંને મળીને તમારુ અપમાન ન કરી બેસે.." મને સમજાણૂ નહી શું કરુ મે નાની દીકરી ને મેસેજ કર્યો કે 
બેટા શું કરુ ?  મારી નાની દીકરી એ જવાબ આપ્યો " મધર ટેરેસા બનવાનુ રહેવા દ્યો મમ્મી..અને ઘરે ચાલ્યા જાવ.." મને બંને પર ગુસ્સો આવ્યો કારણ મને એ છોકરીમાં મારી બંને દીકરી ઓ 
દેખાતી હતી . હું કેમને જાવા દઉ..હું એમની પાસે ગઈ .. છોકરી ગુજરાતી ઘરની અને છોકરો બીજી નાતનો .. મે એને કહ્યુ " મારતા ક્યું હઈ અક્કલ હઈ કી નહી ..અને છોકરીને કહ્યુ ચલ તને ઘરે પહોચાડી દઉ.. છોકરી એ મને જોઇને કહ્યું " આંટી જી તમને કોઇયે બોલાવ્યાં કે મને મદદ કરો.. તમે તમારુ કામ કરો ને..મને એટલુ દુખ થયુ મે કહ્યુ બેટા , તે તારા મમ્મી પપ્પાનાં હાથ નો માર ખાધો છે ક્યારેય ? પણ  તુ આ છોકરાનાં હાથ નો માર ખાઈશ્. શું કામ? તારા માતા પિતા તને
 આટલા લાડકોડ થી મોટી કરે તને ભણાવે તને સંભાળે એ આ બધા માટે..? ખા માર ખા,બેટા કદાચ તારા નસીબમાં આ જ લખ્યું છે.. 
મે એ છોકરા સામે જોયું એનાં ચહેરા પર મારી મજાક ઉડાડતી સ્માઈલ હતી..
મને મારી બંને દીકરી ઓ ની વાત યાદ  હુ દુખી હ્રદયે ત્યાંતિ આગળ ગઈ ત્યાં એક્દમ ગંદી ગાળ સંભાળાણી કે જે એ 
છોકરાએ એ છોકરીને આપી હતી..પણ પાછળ ફરીને જોવાણુ નહી ..બસ આગળ ચાલતી ગઈ મનમાં એ છોકરીની ચિંતા લઈને.. કે ક્યાં પહોચશે આ જમાનો..??

નીતા કોટેચા "

posted by નીતા કોટેચા at 10:32 AM 5 comments