મનનો આક્રોશ

Monday, October 29, 2012


થોડા વખત પહેલા જુનાગઢ જવાનું થયું, બહુ વખતે સંબધી ઓ નાં ઘરે ગયા. બહુ આનંદ આવ્યો. પોતાના એ પોતાના આખરે. 
ખૂબ હસ્યા, ખૂબ વાતો કરી. સવારનાં વહેલા પહોચ્યા હતા. અમે ગયા પછી  એમનો નવ વર્ષનો દીકરો ઉઠ્યો , તરત મમ્મીને જોયુ અને તરત સામે ની શ્રીનાથજી ને છબી ને પગે લાગી ને પછી બોલ્યો " જો મમ્મી હું ભુલ્યો નહી આજે પણ , " એની મમ્મી એ એનાં માથા પર હાથ ફેરવ્યો કે હા મારો દીકરો ન ભુલ્યો.. પણ મને એ બાળકમાં કોઇ આસ્થા ન દેખાણી ફક્ત એક
 મમ્મી નું કામ પુરુ કરવાનૂ હતુ જાણે એ કરી લીધુ..
સાંજનાં ચાર વાગ્યા. બધા વાતો કરતા હતા ક્યા છ વાગી ગયા ખબર જ ન પડી. અંધારુ થાવા લાગ્યુ મમ્મી એ દીકરી ને કહ્યુ " બેટા લાઈટ ચાલુ કરી નાંખ અને જેવી લાઈટ ચાલુ થઈ બંને બચ્ચાઓ  બે હાથ જોડ્યા. મારાથી પુછાઇ ગયુ કે કેમ હાથ જોડ્યા. તો દીકરા એ કહ્યુ "મમ્મી એ કહ્યુ છે કે સાંજ ની લાઈટ ચાલુ થાય એટલે બે હાથ જોડવાના."
મે ભાભી સામે જોયુ  તો  એમણે તરત જવાબ આપ્યો " મારી મમ્મી કરાવતી હતી." મે પુછ્યુ " ભાભી, સવારના સુર્ય દેવતા ને તો પગે લાગવા નહોતુ કહ્યું તમે, કેમ લાઈટ  વાળા પૈસા લે છે એટલે કે,  સુર્ય દેવતા તો મફત માં અજવાંળુ આપે છે ને. " મારી વાત સાંભળી બાળકોએ પણ મમ્મી સામે પ્રશ્નાર્થ નજરે જોયુ. પણ મમ્મી પાસે કંઇ જવાબ ન હતો..
વર્ષો થી જે ચાલતુ આવતુ હોય એ જ આપણે ચલાવે રાખીયે . આપણા મમ્મી પપ્પા શું કામ કરાવતા હતા એ આપણે જાણવાની કોશિશ ન કરી અને આપણા બાળકોને સમજાવાની કોશિશ ન કરી બસ ચલાવે રાખ્યુ
મે આ જ વાત એક વડિલ ને પુછી એમણે કહ્યુ "અમે લાઈટ ચાલુ કરી એઅટલે પગે લાગવાનુ નહોતુ કહેતા પણ સંધ્યા ટાણુ નાં દીવા બત્તી કરીયે 
એને પગે લાગવાનુ કહેતા."
 ખબર નહી આ રીત ક્યાંથી શરુ થઈ કે સાંજ ની લાઈટ ચાલુ કરીયે એટલે હાથ જોડી ને પગે લાગવાનું .. ક્યાં કોને એ પણ ખબર 
નથી પડતી..

નીતા કોટેચા "નિત્યા"


posted by નીતા કોટેચા at 6:40 PM

3 Comments:

સુંદર છે.....

October 29, 2012 at 7:24 PM  

ઘણા વખતે યાદ કર્યા બદ્દલ આભાર અને અભિનંદન...ફરી પાછા સર્જન-ક્ષેત્રે સક્રિય થવા નિમિત્તે ...હવે નાનામોટા પ્રોબ્સ.સમસ્યાઓ.. તકલીફોમાં ઓટ આવી હશે ! સેહત ઠીક હશે...આક્રોશ ક્યારે અનુભવાય? પ્રાકટ્ય પામે ? જ્યારે બાહ્યમાં કંઈક અસ્વીકાર્ય =પ્રતિકૂળ બનતું દેખાય ત્યારેને? પણ એતો આપણે અન્યને માટે...આપણો ઘટનાક્રમ નક્કી કર્યો આપના જીવનમાં આપણું કર્તુત્વ કેટલું? એના પર પૂરો-બધો કંટ્રોલ છે આપણી પાસે?બધાનીભૂમિકા-કક્ષા, માન્યતાઓ યુનીક હોઈ શકે.આપણું જજમેન્ટલ બનવું કેટલી હદે જાયજ? છતાં અહીં ઉપરના અનુભવમાં યથાર્થતા અંગે અંગત ઉપયોગીતા અને ભગવાને આપેલી બુદ્ધિનો સહી ઉપયોગ એવી વાતો મુદ્દા પણ સંકળાયેલા છે ને?
બાકી આવા વિરોધાભાસો દ્વાન્દ્વને કારણે જીવનમાં હોવાના અને મનોગત વલણ-વર્તન અતિ વૈકલ્પિક
હોતા હોય છે ને?-લા'કાન્ત / ૩૦-૧૦-૧૨

October 29, 2012 at 11:01 PM  

કુવામાં હોય તો હવાડામાં આવે. જ્યાં માતા અને પિતાને કશી ખબર ન હોય તો તેમના બાલકોનો શો દોષ. બાળકની બાળકની જીજ્ઞાસા સંતોષવા માએ અભ્યાસ કરવો જરૂરી છે.

પ્રવીણા

January 29, 2015 at 9:28 PM  

Post a Comment

<< Home