મનનો આક્રોશ

Sunday, August 24, 2008

મોબાઈલ પ્રભુ(2)


મોબાઈલ ની આદત એટલી વધી રહી છે કે મોબાઈલ,, લોકો માટે એક વ્યસન બની ગયુ છે..
અને એટલી હદે કે, હવે તો સ્મશાન યાત્રા માં પણ લોકો શ્રીરામ શ્રીરામ ની બદલે મોબાઈલ માં વાતો કરતા મલે છે...
એવો ગુસ્સો આવે ને જોઈને કે એ લોકો ને ઉભા રાખી ને કહુ કે, ભાઈ અહીયાં તો શાતી રાખ..
મોબાઈલ ન હતો ત્યારે પણ દુનીયા ચાલતી જ હતી..
પણ હવે તો કર લો દુનીયા મુઠ્ઠી મે..એને એ નથી ખબર, મોબાઈલ એ એને મુઠ્ઠી માં કરી લીધો છે..
આપણી સરકાર એ જ, આની માટે નીયમ બનાવવો જોઈયે .
પણ જો એ ન બનાવે તો પણ આપણે આટલી આમન્યા તો પોતે જ મ્રુત વ્યક્તી ની અને સ્મશાન યાત્રા ની રાખવી જોઈયે ,કે હુ ત્યાં તો મોબાઈલ નહી જ લઈ જાઉ..
નાટક માં જઇયે અને ઓલા દરવાજા પાસે જ બંધ કરાવે તો કેવા બંધ કરી દઈયે..
કોઇ નાં ધંધા અટકી નથી જવાના,નસીબ માં જેટલુ લખ્યુ હશે એટલુ મલીને જ રહેવાનું છે..
વડિલો સાથે વાત કરતા હોઈયે ક્યાંક ભજન માં બેઠા હોઈયે એટલુ સંભાળવાની આપણા બધા માં અક્કલ છે વાપરીયે ન વાપરીયે એ તો આપણી મરજી પર છે ..
પણ લોકો ને હવે મોબાઈલ વગર એક મીનીટ પણ નથી ચાલતુ..
વાહ મોબાઇલ પ્રભુ વાહ તારી લીલા

નીતા કોટેચા
૨૫-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 5:09 PM

3 Comments:

Taro Akrosh saacho chhe.

August 25, 2008 at 5:43 AM  

હવે તો સંતો કે કથાકારો મોબાઈલ બંધ કરવાની સૂચનાથી વ્યક્તવ્ય શરુ કરે છે અને એક સંશોધન પ્રમાણે તેનાથી કેન્સરનું જોખમ છે તે જાણ્યા બાદ મોબાઈલના વેચાણમાં વધારો થયો...
અજબ હય યે દુનિયા હો મેરે રામ...!
pragnaju

August 25, 2008 at 11:36 AM  

saachi vaat kahi tame....mobile kyarek bahu moti babaal lage chhe. we are always accessible, no privacy.

August 26, 2008 at 8:03 AM  

Post a Comment

<< Home