મનનો આક્રોશ
Monday, September 15, 2008
શેરબજાર ભાઈ..........................
હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..
બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,
આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...
લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..
અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..
કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...
પાછો ત્યાં જ જઈને ઉભો રહે..
એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..
એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...
પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...
અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...
હું એક સગાનાં ઘરે ગઈ હતી .
ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...
હુ એની રુમમાં એને મલવા ગઈ.
મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.
મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?
તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....
હુ ઉભી રહી...
પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"
મે પુછ્યુ "શું જોતો હતો?"
તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."
આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...
અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...
એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...
ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...
પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...
આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....
posted by નીતા કોટેચા at 7:20 PM

6 Comments:
એ સાચ્ચા ગુજરાતી . આપણે બધા બગડેલા
"આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય..." વાત સાથે સંમત નથી થઈ શકાતું.અમારો અનુભવ આથી ઉલટો છે.ઘણા ખરા શેરબજારવાળા તટસ્થવૃતિવાળા હોય છે.ઘેર આવે બાદ ત્યાંની ઉથલપાથલ ત્યાં જ મૂકી આવી શાન્તીથી જમે અને ઘસઘસાટ ઉંઘે!
અહીં પણ કાલે શૅરબજારમાં કડાકો થયો અને અમારા મિત્રને ફોન કર્યો તો તેઓ સ્થિતપ્રજ્ઞ! કદાચ ણમો વિતરાગાય...પ્રજ્ઞાજુ
સાચી વાત!
મારા એક મિત્રના રસોડામાં રંધાતી વાનગીઓ પર પણ સેંસેક્ષની અસર હોય છે!
સરસ લેખ!
- વિનય ખત્રી 'અનિમેષ'ના પ્રણામ
http://funngyan.com
ખુબ સરસ લેખ લખ્યો છે. ગમ્યો.
GREED within the HUMANS draws the Humans towards SHARES/GAMBLING !May this be an eyeopner to many.
Dr. CHANDRAVADAN MISTRY
Sensex is a really a good article
what will we say ?
sensex of humor ?
Post a Comment
<< Home