મનનો આક્રોશ
Friday, August 29, 2008
આપણા એક મહાન નેતાને કહેવામાં આવ્યું કે વૃધ્ધાશ્રમનૂ ઉદ્ગાટન તમારે હાથે કરવું છે..તો એમણે ના પાડી.કે જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે બોલાવજો.એમનો કહેવાનો ભાવાર્થ એમ હતો કે, વૃધ્ધોને એમના સંતાનોના ઘરમાં જ આદરનું સ્થાંન મળવું જોઈએ.
તો હવે એ વ્રુધ્ધોનું શું?
નાનપણથી બાળકોને પોતાના કોળીયા ખવડાવ્યા. કદી પણ એ ન વિચાર્યું કે પોતાનું શું થશે? પણ બાળકોની ઇચ્છા પૂરી કરી..આખી જિંદગી એમના માટે ખર્ચી નાખી..બાળકને સારામા સારું ભણતર આપ્યું..આને માટે બહારથી વ્યાજ પર પણ પૈસા ઉપાડ્યા.
અને આજે બાળક જ્યારે મોટું થાય છે; ત્યારે એમ કહે છે કે, એ તો તમારી ફરજ હતી..પણ પોતાની ફરજ એ ન નીભાવેં. માતાપિતાએ એકલાં રહેવું પડે; અને એમની સાથે રહે, તો હેરાન થઇ જાય..તો વ્રુધ્ધાશ્રમ ખોલવામાં શું શરમ? ..હુ તો એમ કહુ છુ કે, આના જેવુ પુણ્યવાળું કોઈ કામ નહી હોય. જ્યારે સમય મળે ત્યારે એક વાર આટો તો મારો વ્રુધ્ધાશ્રમ નોં... રૂવાંડાં ઉભાં થઈ જશે.
મારે એક વાર ત્યાં જવાનું થયુ હતુ. ત્યાં એક વડીલ સાથે વાત થઈ. તે કહે, " બેન! મારા દીકરા વહૂ બન્ને મુંબઈની મોટી હોસ્પીટલમાં બહુ મોટાં ડોકટર છેં. અને અહીયાં હુ બીમાર છું; એની એમને ખબર પણ નથી."
મે પુછ્યુ, " કઈ હોસ્પીટલમાં?" આમ કેટલીય વાર પુછ્યુ, તો પણ બોલ્યાં કે "ના! બેન, જવા દ્યો. એમાં એમની બદનામી થશે." માંડ રડવું રોકી શક્યા. ત્યાં હ્રદય માં આવી વાતો ભરેલી હોય. વૃધ્ધાશ્રમ ખોલીને, ત્યાં માન આપીને વડીલોને સાચવો જુઓ. કેવો આનંદ આવે છે! કદાચ મંદિરમા જવાથી ન મળે એવો આનંદ મળશે,
નીતા કોટેચા
૩૦-૦૮-૨૦૦૮
Tuesday, August 26, 2008
ગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો કરુ છુ; એમ મને અવારનવાર કહેવામાં આવે
છે. અને એ મને પણ ખબર છે. મને બહુ વખત એમ થયુ કે, ભૂલો ઓછી થઈ જાય તેવી,
'ઉંઝા જોડણી' વાપરુ. પણ ઉંઝા જોડણી આપણામાંથી ઘણા લોકોને નથી ગમતી; એટલે એ
વિચાર પણ પડતો મૂક્યો. હવે મેં સંકલ્પ કર્યો છે કે, હું મારી જોડણી સુધારીને જ જંપીશ.
અને ત્યાં સુધી આ બ્લોગ ઉપર લખાણ બંધ. અને જો કદાચ થાકી જઈશ, અને નહીં શીખી
શકુ; તો પહેલાં ફક્ત પોતાના માટે જ લખતી હતી, એમ જ લખીશ. બ્લોગ બંધ...બીજુ શું?કારણકે, મને પણ નથી ગમતુ કે, હુ ભૂલો સાથે લખુ. મને ખબર પડે છે કે, બધાંને કેટલી
તકલીફો થાય છે. તો બધાં મારા માટે થોડી દુઆ માંગજો કે, હુ મારી ભૂલોને સુધારી શકુ.
હવે મારામાં વધારે ટીકાઓ સાંભળવાની તાકાત નથી રહી. હવે હુ બધાના બ્લોગ વાચીશ
અને પ્રતિભાવ પણ મારી રીતે અંગ્રેજી - ગુજરાતીમાં જ આપીશ! આ લખ્યુ એમાં પણ બહુ
ભૂલો હશે; તો એના માટે પણ હુ માફી ચાહુ છુ. કોઈ એમ ન સમજતા કે, મને કાંઇ ખરાબ
લાગ્યુ છે.tamara lakhela vakya no
koi arth nikalto j nathi
દુઃખ આ વાતનું થયુ છે..ભુલો બતાડે એ હુ સ્વીકારવા તૈયાર છું, પણ અપમાન ન સહન થાય મારાથી..
પણ એટલુ જરુર કહીશ કે, જો ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે; તો માતા પાસે ભુલો
કરવાની બધી છુટ હોય ને? હા, ભાષા સુધારવા પ્રયત્ન જરુરી હોય છે, એટલે એ
સુધારવાનો સમય માંગુ છુ. હીમ્મત રાખીને, 'ઉંઝા જોડણી જેવો, બધાનું કામ સરળ
બનાવી દે તેવો, સારો સુધારો શા માટે ન અપનાવવો? ' એમ પણ મને કદીક થાય છે. બધાં
એ અપનાવે તો કેટલું સરળ બની જાય?
જોઈએ, ભગવાન મારી પાસે શું કરાવે છે?
તો ચાલો આવજો બધાં. હવે આપણે ત્યારે જ મળીશુ, જ્યારે હુ મારી ભૂલો સુધારી શકીશ.
ત્યાં સુધી અલવિદા.
Monday, August 25, 2008
મોબાઈલ પ્રભુ (1)
હમણા એક સખી બિમાર હતી એને જોવા જવાનું થયુ..એને પણ ઘરમા ને ઘરમાં એકલા એકલા કંટાળો આવતો ,તો મને કહે બેસને થોડી વાર ..પછી અમે ગપ્પા મારતા બેઠા હતા. ત્યા એમને મોબાઈલ પર miss call નો મારો ચાલુ થયો..મે પુછ્યુ "કોણ છે?" તો કહે "મારા સગા માં છે એક જણ ..ખબર નહી કેમ miss call આપે છે" મે કહ્યુ "જુઓ કરી જુઓ સામે શું કામ હશે કોને ખબર?" એમને પણ જરા ચીંતા થઈ.. એમણે સામે ફોન કર્યો.. તો એ બેન એ પુછ્યુ "મે સાંભળ્યુ કે તમને ઠીક નથી." તો મારી સામે બેઠેલા બેન એ કહ્યુ "હા જરા તબીયત માં મજા નથી..તમે કેમ miss call આપ્યો હતો " તો કહે "લે તમારી તબીયત ની પુછ્છા કરવા. હવે જ્યારે મારો miss call આવે ત્યારે સમજી લેજો હુ તમને યાદ કરુ છુ..."માંડ માંડ ફોન પુરો કર્યો .અને પછી એમણે મને બધુ કહ્યુ, અને અમે ખુબ હસ્યા.
વાહ રે મોબાઈલ પ્રભુ વાહ...
નીતા કોટેચા
૨૬-૦૮-૨૦૦૮
Sunday, August 24, 2008
નીતા કોટેચા
૨૫-૦૮-૨૦૦૮
Saturday, August 23, 2008
મરણ નું આંમત્રણ
આજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ ચાલતા હતા.બન્ને કોઇ વાત પર ખુબ ચર્ચા કરતા હતા..
ભાઇ નંબર ૧_ ના હુ નહી આવુ મને કોઇ નો ફોન નથી આવ્યો..
ભાઇ નંબર-૨_ અરે રાતના બનાવ બની ગયો ત્યારે તારો ફોન બંધ આવતો હતો..તો અમે શું કરીયે?
ભાઇ નંબર ૧- અરે તો, હુ રાતના મારો મોબાઈલ બંધ કરી ને સુવ..
ભાઇ નંબર ૨- હા બરોબર છે પણ એમા અમારો શું વાક? જો તુ આજે નહી આવે અફસોસ તને રહેશે..કે તે છેલ્લે એનુ મોઢુ ન જોયુ..હુ જાવ છુ તારી મરજી..એને અમે ૧૦.૩૦ વાગે લઈ જાશુ..
અને મને ખુબ આઘાત લાગ્યો કે, માણસ ને હવે મરણ નું પણ, આમંત્રણ જોઈયે છે..
ક્યાં પહોચશે આ દુનીયા?
૨૪-૦૮-૨૦૦૮
નીતા કોટેચા
....................
ઘર માં બે બાળકો હોય, તો એ બે બાળકો વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જ્વાબદારી માતા પિતા ની હોય છે ।
અને એમનાં લગ્ન થયા પછી એ બન્ને વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જવાબદારી પુર્ણ પણે એમની પત્ની ની હોય છે.
જો એ બન્ને વચ્ચે સંપ જાળવી રાખશે તો કોઇ દિવસ ઘરમાં જગડા નહી થાય..
અને એક જ માતા નાં બાળકો વચ્ચે કદી પણ અબોલા નહી થાય..
સ્ત્રી ની જવાબદારી બહુ બધી હોય છે...
નીતા કોટેચા
૨૩-૦૮-૨૦૦૮
Friday, August 22, 2008
એક આશા
......................
પ્રભુ એક આશા સાથે મનુષ્ય નીચે મોક્લાવતો રહે છેકે ક્યારેક તો એ સુધરશે..
પણ ત્યાં તો મનુષ્ય નો પાછો ઉપર જાવાનો સમય થઇ જાતો હોય છે..
અને પ્રભુ તોય આપણામાંથી આશા ખોતો નથી..
એની હિંમત નાં વખાણ આપણે કરવા જ જોઈયે..
નીતા કોટેચા
૨૨-૦૮-૨૦૦૮
Tuesday, August 19, 2008
...................
કોઈ વ્યક્તી એમ કહે કે મારા માં કોઇ ખરાબ આદત નથી તો સમજવુ કે અથવા એની પાસે પૈસા નથી અથવા એને મોકો નથી મલ્યો..નહી તો આ તો કોલસા ની ખાણ છે..કોઈ કાળુ થયા વગર રહેતુ જ નથી..અને જો સાચ્ચે જ કોઇ રહી ગયુ હોય તો મારા વંદન છે એમને....
કારણકે વ્યક્તી સમુહ માં અલગ હોય છે અને એકલો હોય ત્યારે અલગ હોય છે..
નીતા કોટેચા
૨૦-૦૮-૨૦૦૮
Monday, August 18, 2008
.....................
દિવાળી આવે અમાસ ની રાતે, તો એ અમાસ આપણે ઉજવીયે, પણ જો ઘરમાં કોઇ મરણ
પથારીએ હોય તો એ જ અમાસ આપણને ભારી લાગે॥એવુ કેમ?
કેમ દર વખતે આપણે જ નિયમ બદ્લાવતા હોઈયે છીયે..
૨૧-૦૮-૨૦૦૮
નીતા કોટેચા
...................
જેનાં ધ્વાર પાસે મ્રુત્યુ દેવતા ઉભા હોય એને જ જીવન ની સાચી કીંમત ખબર હોય છે,
બાકી જે આખો દિવસ કહેતા હોય છે કે મરી જાવુ છે, મરી જાવુ છે એ લોકો ને જ મ્રુત્યુ નો સૌથી વધારે ડર હોય છે..
નીતા કોટેચા
૧૯-૦૮-૨૦૦૮
Sunday, August 17, 2008
પત્ની નાં પીયરીયા જો તમારા ઘરે આવતા ડરતા હોય, તો સમજવુ કે તમારી પત્ની, મન થી તમારી સાથે ખુશ નથી.ભલે એ ફરીયાદ ન કરતી હોય. ભાઈઓ, કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા..લગ્ન જીવન બચાવજો...
અને જો તમારા પિયરીયા તમારા ઘરે બહુ આવતા હોય અને તમારા ઘર વાળા, વધારે ચુપ રહેતા હોય તો સમજવુ કે, ઘર વાળા ને તમારી પ્રત્યે બહુ પ્રેમ છે એટલે એ કાંઇ બોલતા નથી.પણ એ પણ મન થી ખુશ તો નથી જ્..બહેનો, કોઈનાં પ્રેમ નો ફાયદો ન ઉઠાડતા..લગ્ન જીવન બચાવજો
બધુ પ્રમાણ માં સારુ.....
નીતા કોટેચા
૧૮-૦૮-૨૦૦૮
Saturday, August 16, 2008
આપણી જીત શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે।
...............................................................
બહુ વખત મને વકત્રુત્વ ની સ્પર્ધા માં જજ બનીને જાવાનં સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે..જ્યારે એક પ્રતિસ્પર્ધી બોલતો હોય ત્યારે એને હુ સાંભળતી હોવ.પણ બીજા પ્રતિસ્પર્ધી ઓ ને હુ વાંચતી હોવ,ત્યારે મે દર વખતે એક વાત જોઈ છે કે જો બોલવા વાળો પ્રતિસ્પર્ધી કાંઇક ભુલી જાય તો બાકીનાં બેઠેલા બધા પ્રતિસ્પર્ધી ઓ નાં ચહેરા પર ખુશી છવાઈ જાય..
આપણી જીત ની ઇચ્છા રાખવી કોઇ ગુન્હો નથી॥પણ શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે...
નીતા કોટેચા
૧૭-૦૮-૨૦૦૮
Friday, August 15, 2008
રક્ષાબંધન
...................
આજે બધા ખુબ ધુમધામ થી રક્ષાબંધન ઉજવે છે...
પણ જેનાં ભાઈ નહી હોતા હોય એ બહેનો શું?
અને જે ભાઈ બહેન હોતા હશે, એ ભાઈ બહેન વચ્ચે જો બોલવાના સંબધ નહી હોય તો એમાં કમનસીબ કોણ?
ભાઈ કે બહેન?
કે જેનો વાંક હોય એ?
નીતા કોટેચા
૧૬-૦૮-૨૦૦૮
Thursday, August 14, 2008
.................

આપણે ૧૫ ઓગષ્ટ મનાવીયે..આપણે સંપ ની વાતો કરીયે..પણ પાછા આપણે ઝઘડા પણ એટલા જ કરીયે..એવુ કેમ્?
લીલો કલર આંખ ને થંડક આપે છે એટલે સવારના બગીચા માં જાવાનુ અને ઝાડ સામે જોવાનુ..કેટલી એ હોસ્પિટલ માં રુમ નાં પડદા એટલે લીલા રાખે જેનાથી આપણને શાંતી મલે...
પણ મને તો, લીલો કલર યાદ કરુ, ને પાકિસ્તાન યાદ આવે, પણ હુ જ્યારે આ બોલુ તો કેટલા બધા લોકો ને ઉકળાટ થાય એવુ કેમ?ક્યાંક એક પિક્ચર માં ડાયલોગ હતો,
"પાકિસ્તાની ઓ જ્યાદા મત ઉડો .તુમ હમારે મે સે નીકલે હો, તો હમ બાપ હુવે ઔર તુમ બેટે..તો બાપ બેટામાં દુશ્મની કેમ?
બહુ વાર સાંભળીયુ છે કે કુંટુબ ને કદાચ ન સંભાળાય તો કાંઇ નહી પણ પડોસી સાથે કદી ન બગાડો..પહેલો સગો પડોસી.. તો પછી.....મારા મોબાઈલ માં ક્રિકેટ ની ગેમ છે..મને એ રમત ખુબ ગમે..હુ આખો દિવસ જ્યારે સમય મલે ત્યારે એ જ રમતી હોવ.
એમાં બે ટીમ આપણે જ પંસદ કરવાની હોય..હુ પાકિસ્તાન અને ભારત પંસદ કરુ તો હુ ભારત ને જીતાડવા માટે પાગલ થઈ જાવ.પણ જો ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન પંસદ કરુ તો ક્યાંક ખુણા માં એમ થાય કે ઓસ્ટ્રેલીયા હારે તો સારુ..એવુ કેમ?
વંદે માતરમ
નીતા કોટેચા
૧૫-૦૮-૨૦૦૮
..........
દુનીયા માં બધા એક બીજા ને સલાહ આપતા હોય છે કે સ્વાર્થી ન થવાય।
પણ દુનીયા આખી માં થી એક વ્યક્તી મને એવો બતાવો કે જેનામાં સ્વાર્થ ન હોય અને જ સ્વાર્થી ન હોય।
એ દુનીયા માં હુ પણ આવી ગઈ.
તો બધાને ખબર છે કે, પોતે પણ સ્વાર્થી છે તો શું કામ બીજાને સલાહ આપતા હશે????
નીતા કોટેચા
૧૪-૦૮-૨૦૦૮
Tuesday, August 12, 2008
......................
આપણે કાંઇક મોટુ કાર્ય કરીયે અને આપણુ નામ, જગત જાણવા લાગે। એમ એમ આપણે અભિમાન નાં નશા માં ચકચુર થાતા જઈયે છીયે.અને આપણે આપણી રીતે જીવવા લાગીયે છીયે છે જાણે દુનીયા આપણા લીધે જ ચાલે છે॥એના લીધે દુનીયા ને આપણે ગમતા નથી..અને આપણા હોદ્દા નું અને આપણી કળા નું કોઇ જ માન રહેતુ નથી. એનાં કરતા તો આપણે વધારે નમ્ર બનતા જાઈયે તો આપણ ને જ આપણા હોદ્દા નો અને આપણી કળા નો ભાર નહી લાગે..કદાચ આપણે તો આ નથી સમજતા..પણ કમસેકમ આપણા બાળકો ને આપણે એ સમજાવીયે તો આપણુ ભવિષ્ય જરુર સારુ થાશે..અને એ સારી રીતે જીવન પસાર કરી શકશે...કારણકે આજે લોકો સત્તા નાં નશા માં અને આવડત નાં નશા માં એટલા ડુબેલા છે કે એમની દયા આવે છે કે આ વ્યક્તી આગળ જાતા કેટલો એકલો થઈ જાશે એની એને જ ખબર નથી .
નીતા કોટેચા
૧૩-૦૮-૨૦૦૮
Monday, August 11, 2008
................................................
ભીખારી ને, એક સમય નું, ભોજન આપતા જીવ ન ચાલે,
કુટુંબ માં કોઈ ભુખ્યુ સુઈ ગયુ હોય એની તો સાહેબ ને, ખબર પણ ન હોય..
મિત્ર ને તકલીફ આવી ખબર પડે તો ધીરે ધીરે દુર થતા જાય કે પાછુ કાંઇ માંગશે તો....
પણ શેરમાર્કીટ માં રોજનાં કેટ કેટલા ગુમાવીને બહાર આવે ૩.૩૦ વાગે, ત્યારે પાછા કોલર કડક રાખે કે એમાં શુ? કાલે પાછા કમાઈ લઈશ. આ તો ધંધો છે..
નીતા કોટેચા
૧૨-૦૮-૨૦૦૮
Sunday, August 10, 2008
લોકો જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે કાંઇ પણ બોલે છે।
અને જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે એ જ લોકો ને કહેતા સાંભળ્યા છે કે "જાવા દે ને માણસ ગુસ્સા માં હોય, ત્યારે એ શું બોલે છે એનું એને પણ ભાન નથી હોતુ ॥એમાં ખરાબ નહી લગડવાનું"
પણ મને તો એવુ લાગે છે કે વ્યક્તી જ્યારે ગુસ્સાંમાં હોય ત્યારે એ જે બોલે છે એ જ સાચ્ચુ હોય છે કે જે એ આમ છુપાડતા હોય છે .
નીતા કોટેચા
૧૧-૦૮-૨૦૦૮
Saturday, August 9, 2008
..........................
કેટકલી પણ તકલીફ હોય તો પણ કદી કોઇ મિત્ર પાસે મદદ ન માંગજો॥
બધા મિત્રો ધીરે ધીરે દુર થાતા જાશે..
પછી એ મદદ આર્થીક હોય કે માનસીક....
નીતા કોટેચા
૧૦-૦૮-૨૦૦૮
Friday, August 8, 2008
.......................
હાથેથી માર ખાવો એના કરતા વધારે અસહ્ય છે કોઇનાં શબ્દો નો માર ખાવો॥
હાથ નો માર શરીર ને નુકશાન પહોચાડે છે અને શબ્દો નો માર હ્રદય ને..
એનો અર્થ એમ ન કાઢતા કોઇ કે હાથ નો માર આપવાની પરવાનગી મલી ગઈ...
બધાની પોતપોતાની જીંદગી છે બધાને પોતાની રીતે જીવવા દ્યો....
નીતા કોટેચા
૦૯-૦૮-૨૦૦૮
Thursday, August 7, 2008
.............................
સાસરે વળાવતી દીકરીને કાન માં એક વાત જરુર થી કહેશો.
"કે હે મારી દીકરી ,આજે તને પારકા ઘરે મોકલવતા મારુ હ્રદય કાંપે છે, કે એ લોકો તને સાચવશે કે નહી.
દીકરી, જેટલુ સહન થાય એટ્લુ કરજે, પણ જો ન સહન થાય એવુ થઈ જાય તો ક્યારેય પણ પહેલા નાં નિયમો યાદ ન રાખતી અને મ્રુત્યુ નો સહારો ન લેતી.આ ઘર તારુ જ છે અને આના દરવાજા હંમેશા તારી માટે ખુલ્લા છે.આવી જાજે અમે તને એટલો જ પ્રેમ આપશું.
નીતા કોટેચા
૦૮_૦૮_૨૦૦૮