મનનો આક્રોશ

Tuesday, August 12, 2008

આપણુ નામ
......................
આપણે કાંઇક મોટુ કાર્ય કરીયે અને આપણુ નામ, જગત જાણવા લાગે। એમ એમ આપણે અભિમાન નાં નશા માં ચકચુર થાતા જઈયે છીયે.અને આપણે આપણી રીતે જીવવા લાગીયે છીયે છે જાણે દુનીયા આપણા લીધે જ ચાલે છે॥એના લીધે દુનીયા ને આપણે ગમતા નથી..અને આપણા હોદ્દા નું અને આપણી કળા નું કોઇ જ માન રહેતુ નથી. એનાં કરતા તો આપણે વધારે નમ્ર બનતા જાઈયે તો આપણ ને જ આપણા હોદ્દા નો અને આપણી કળા નો ભાર નહી લાગે..કદાચ આપણે તો આ નથી સમજતા..પણ કમસેકમ આપણા બાળકો ને આપણે એ સમજાવીયે તો આપણુ ભવિષ્ય જરુર સારુ થાશે..અને એ સારી રીતે જીવન પસાર કરી શકશે...કારણકે આજે લોકો સત્તા નાં નશા માં અને આવડત નાં નશા માં એટલા ડુબેલા છે કે એમની દયા આવે છે કે આ વ્યક્તી આગળ જાતા કેટલો એકલો થઈ જાશે એની એને જ ખબર નથી .


નીતા કોટેચા
૧૩-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 8:10 PM

1 Comments:

ઘણીવાર સર્જકની કૃતિ અને વ્યવહારમાં આસમાન-જમીનનો ભેદ દેખાય છે. તે સ્પર્ધામાં પડ્યો હોય, આત્મપ્રશંસામાં અટવાયો હોય, અભિમાનનો નશો ચઢ્યો હોય તેમ બની શકે છે ! દુનિયાની કોઈ પણ કૃતિ જે તે સર્જકના હાથથી નથી લખાતી, એ તો પરમના પ્રવાહને પૃથ્વી પર અવતરિત કરવા માટે નિમિત્ત બની જાય છે. ઉત્તમ સાહિત્ય લખનાર વ્યક્તિ જો તેમાંથી પોતાની આંતરખોજ કરે તો અવશ્ય પોતે ઉત્તમ માનવી બની શકે...પ્રજ્ઞાજુ વ્યાસ

August 13, 2008 at 6:32 AM  

Post a Comment

<< Home