ધર્માંતરણ … ક્યારે
બંધ થાશે આ બધું ?
જો
ભગવાન જેવું કઇક છે અથવા અલ્લાહ ખુદા
જેવું કઈક છે તો પછી જમીન પર રહે છે એ પોતાને શું કામ ભગવાન કે અલ્લાહ માને છે .
અને લોકોને ધર્માંતરણ કરાવે છે.. કઈક વિચારીને જ આપણને આપણા ધર્મ માં
જન્મ આપવામાં આવ્યો હશે તો જે છે એને બદલાવાની વાત શું કામ કરવાની ? અને બીજા નાં
ધર્મ માં જવાથી તમે કદાચ અલ્લાહ ને રાજી કરશો પણ શું ભગવાનને નારાજ નહિ કરો. કોઈ
એક માતા નાં આંસુ પાડીને લોકોને શું મળે છે ? ક્યા ભગવાન કે કયા ખુદાને ગમશે કે
તમે કોઈ માતા ની આંખ માં આંસુ લાવશો ?
ક્યારે
બંધ થાશે આ બધું ? આજે પણ કેટલાયે મુસલમાન છે કે જેઓ કોઈના ધર્માંતરણ માં માનતા નથી
અને તમે હિંદુ છો તો પણ તમારા સાચ્ચા મિત્રો હોય છે . આ વાતો જ્યારે સાંભળીયે છે
ત્યારે બધા મુસલમાનો માટે એક ડર બેસી જાય છે અને વચ્ચેની દીવાલ મજબુત થતી જાય છે..
જ્યાં જેમનો જન્મ થયો છે ત્યાં તે પોતાના ધર્મને સંભાળે એ જ બરોબર રહે અને કદાચ
ધર્મ માં પણ ન માને તો પણ કઈ નહિ પણ પોતાના માતા પિતા પ્રત્યેની ફરજ ન ભૂલે એ જ
બહુ મોટી વાત છે .. પણ ધર્માંતરણ કરાવવા વાળા ઓ માં માણસાઈ નથી રહી અને કરવા વાળા
ઓ માં તો બુદ્ધિ જ નથી હોતી કે એ બીજાઓ ની વાતો માં આવી જાય છે અને બધી ફરજ મુકીને
એક મંઝીલ વગરનાં રસ્તા પર ચાલી નીકળે છે . એમનો એક ફેંસલો કેટલા લોકો દુખી થાય છે
એ તેમને વિચાર નથી આવતો . એ બાળક નાં જન્મ
વખતે જે માતા પિતા પોતાને ધન્ય માનતા હોય છે એ જ માતા પિતા ફક્ત લોહીનાં આંસુ રડે
છે .
આ લેખ લખવાનો
એક જ આશય છે કે જે હમણાં જાકીર નાયક ની વાતો સાંભળીયે છે ત્યારે દુ:ખ થાય છે ..
પબ્લિક માં લખવાથી બહુ તકલીફો નો સામનો કરવો પડે એમ છે એટલે અહિયાં લખીને એક ઉભરો
કાઢવાની કોશિશ કરી છે