મોટા મોટા લેખકોની રચનાઓ લેવા માટે તંત્રી ઓ તડપતા હોય છે .. તે લોકો કહે તેટલા પૈસા આપવા તૈયાર હોય છે . પણ નવા લેખકો જ્યારે પોતાની રચના આપવા જાય ત્યારે જો લેખકો ધ્વારા પૂછવા માં કે અમને અમારી રચના માટે કાંઈ મળે ? તો કહેવામાં આવે કે " હા નામ મળે ને .. અમારા જેવા લોકપ્રિય છાપા માં તમારી રચના લઈને અમે તમારા પર ઉપકાર કરીએ છે ..અને તમારી રચના છાપવાના અમે તમારી પાસે થી કઈ લેતા નથી એ જ ઉપકાર સમજો .. શું છાપા લોકોને મફતમાં આપવામાં આવે છે ? શું કોઈ નાત નું કે કોઈ પણ પુસ્તક હોય એનું લવાજમ લેવામાં નથી આવતું ? તો શું કામ લેખકોને જ પૈસા નથી અપાતા ... બહુ પહેલા સાંભળ્યું હતું કે લેખકો હંમેશા ભૂખ્યા રહે।। એ વાત એકાદમ સાચ્ચી છે . જો પોતાના પૈસે પોતાનું પુસ્તક બહાર પાડવાની કોશિશ કરે તો પબ્લીશર્સ હેરાન કરે . કરવું શું ? લેખકો ની કદર છે જ નથી .. એ સત્ય હકીકત છે ..આ હું કોઈ એક પુસ્તક કે કોઈ એક છાપા માટે નથી કહેતી ..પણ કોઈ પણ નથી આપતા .. એ પણ હકીકત છે . હા એક " સ્ત્રી " મેગઝીન વાળાઓ ને જો આપની વાર્તા ગમે તો તે લોકો વાર્તા સ્વીકારીને તરત જ ચેક મોકલી આપે છે . અરે પૈસા ન આપે ક્યારેક બહુમાન કરે તો પણ ગમે . પણ બધાને પોતાનું પુસ્તક કે છાપા ભરવા છે , કોઈ નવા ને તક આપવી નથી કે કોઈ નવા પર ભરોસો મુકવો નથી . સચિન તેડુલકર જગ્યા આપે તો જ બીજા ની પ્રતિભા બહાર દેખાય , તો થોડું ધ્યાન સીનીયર લેખકો એ પણ રાખવાની જરૂરત છે .
દિલ્લી રેપ પછી સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે વિચારીને બહુ દુ:ખ થાય છે, કે ક્યારે સુધરશે સમાજ અને ક્યારે સુધરશે પુરુષોની માનસિકતા, કેટલી દીકરીઓ ને આપણે મરતા જોઈશું ને ચુપચાપ બસ જોયા કરશું ..
દ્રોપદી ના જમાના થી જે ચાલ્યું આવ્યુ છે તે આજે પણ ચાલે છે . જે ત્યારે બતાવવામાં આવ્યું હતું કે ઘરના દેર, જેઠ ભાભી ની સાળી ખેચે છે અને ચીર પુરવા માટે શ્રીકૃષ્ણ આવે છે . તો ખબર નથી પડતી કે પ્રભુ જ્યારે દેર, જેઠ કપડા ખેચે ત્યારે જ આવે ..બહાર વાળા ખેચે ત્યારે ના આવે . એવો કોઈ કાયદો હશે કે પ્રભુ નો ..
એમ થાય છે કે બધી સ્ત્રીઓ એ બાળકોને જન્મ આપવાનું જ બધ કરી દેવું જોઈએ . જો જનમ દેનારો પ્રભુ આપણી દીકરી ને સાચવતો ન હોય તો આપણે શું કામ એની શ્રુષ્ટિ ને સંભાળવા માટે બાળક કરીએ .. આમ સમાજમાં લોકો બુમો પાડીને કહે છે દીકરી વ્હાલનો દરિયો ને દીકરી બચાવો ..શેની માટે, આ બધા માટે કે ?
નાની હતી ત્યારે વાર્તા વાચી હતી કે એક માણસને પકડીને બધા પથ્થર મારતા હતા તો કોઈકે કહ્યું કે જેણે જિદગીમાં ક્યારેય ભૂલ ન કરી હોય તે પથ્થર મારે, પથ્થર મારવાનાં બંધ થઇ ગયા . તો હમણા આપણે એમ પણ કહી શકીએ ને કે જે માણસે ક્યારેય માનસિકતાથી પણ પોતાના વિચારોથી પણ પારકી સ્ત્રીઓ કે બેનો દીકરી ઓ પર બળાત્કાર ન કર્યો હોય એ જ વિરોધ પ્રદર્શિત કરે .તો કેટલા પુરુષો આવી શકશે ??રસ્તે ચાલતા, બસ માં ટ્રેન માં, મંદિરો ની ભીડ માં કેટકેટલાયે ઠેકાણે આવા પુરુષો મળી રહે છે ક્યારેક આપણા સગાવ્હાલાની નજરો માં પણ આપણને આ જોવા મળે છે, સ્ત્રીઓ ક્યાં સલામત છે . પોતાની પત્ની સાથે ચાલનારો પુરુષ બીજાની સ્ત્રીઓ ને અને બીજાની દીકરીઓ ને ધ્યાનથી ઉપર થી નીચે સુધી જોતો હોય છે . બળાત્કાર કરવાના બંધ તો નહિ કરી શકું, પણ કમસેકમ પુરુષો પોતાને જ બદલાવી શકે તો માનસિક બળાત્કાર ઘણા ઓછા થઇ જશે ..
દીકરીઓ અને સ્ત્રીઓએ હવે ઘરથી જ શુરુ કરવાનું છે જરા પણ આપણાં આજુબાજુના પુરુષોની નજર આપણને લાગે કે આપણાં પર કે બીજી કોઈ દીકરી પર ફરે છે તો તરત જ ટોકવાની હિમત કરતા સખી જાવ ..ધીરે ધીરે કદાચ વાતાવરણ બદલાઈ જાય