મનનો આક્રોશ
Monday, October 29, 2012
થોડા વખત પહેલા
થોડા વખત પહેલા જુનાગઢ જવાનું થયું, બહુ વખતે સંબધી ઓ નાં ઘરે ગયા. બહુ આનંદ આવ્યો. પોતાના એ પોતાના આખરે.
ખૂબ હસ્યા, ખૂબ વાતો કરી. સવારનાં વહેલા પહોચ્યા હતા. અમે ગયા પછી એમનો નવ વર્ષનો દીકરો ઉઠ્યો , તરત મમ્મીને જોયુ અને તરત સામે ની શ્રીનાથજી ને છબી ને પગે લાગી ને પછી બોલ્યો " જો મમ્મી હું ભુલ્યો નહી આજે પણ , " એની મમ્મી એ એનાં માથા પર હાથ ફેરવ્યો કે હા મારો દીકરો ન ભુલ્યો.. પણ મને એ બાળકમાં કોઇ આસ્થા ન દેખાણી ફક્ત એક
મમ્મી નું કામ પુરુ કરવાનૂ હતુ જાણે એ કરી લીધુ..
સાંજનાં ચાર વાગ્યા. બધા વાતો કરતા હતા ક્યા છ વાગી ગયા ખબર જ ન પડી. અંધારુ થાવા લાગ્યુ મમ્મી એ દીકરી ને કહ્યુ " બેટા લાઈટ ચાલુ કરી નાંખ અને જેવી લાઈટ ચાલુ થઈ બંને બચ્ચાઓ બે હાથ જોડ્યા. મારાથી પુછાઇ ગયુ કે કેમ હાથ જોડ્યા. તો દીકરા એ કહ્યુ "મમ્મી એ કહ્યુ છે કે સાંજ ની લાઈટ ચાલુ થાય એટલે બે હાથ જોડવાના."
મે ભાભી સામે જોયુ તો એમણે તરત જવાબ આપ્યો " મારી મમ્મી કરાવતી હતી." મે પુછ્યુ " ભાભી, સવારના સુર્ય દેવતા ને તો પગે લાગવા નહોતુ કહ્યું તમે, કેમ લાઈટ વાળા પૈસા લે છે એટલે કે, સુર્ય દેવતા તો મફત માં અજવાંળુ આપે છે ને. " મારી વાત સાંભળી બાળકોએ પણ મમ્મી સામે પ્રશ્નાર્થ નજરે જોયુ. પણ મમ્મી પાસે કંઇ જવાબ ન હતો..
વર્ષો થી જે ચાલતુ આવતુ હોય એ જ આપણે ચલાવે રાખીયે . આપણા મમ્મી પપ્પા શું કામ કરાવતા હતા એ આપણે જાણવાની કોશિશ ન કરી અને આપણા બાળકોને સમજાવાની કોશિશ ન કરી બસ ચલાવે રાખ્યુ
મે આ જ વાત એક વડિલ ને પુછી એમણે કહ્યુ "અમે લાઈટ ચાલુ કરી એઅટલે પગે લાગવાનુ નહોતુ કહેતા પણ સંધ્યા ટાણુ નાં દીવા બત્તી કરીયે
એને પગે લાગવાનુ કહેતા."
ખબર નહી આ રીત ક્યાંથી શરુ થઈ કે સાંજની લાઈટ ચાલુ કરીયે એટલે હાથ જોડી ને પગે લાગવાનું .. ક્યાં કોને એ પણ ખબર
નથી પડતી..
નીતા કોટેચા "નિત્યા"